તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપ યુનિ.ની પરીક્ષામાં વધુ એક છબરડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભવિદ્યાનગર સ્થિત એસ.પી.યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી સ્નાતકકક્ષાની સેમેસ્ટર પરીક્ષામાં સોમવારે વધુ એક છબરડો થયો હતો. એલએલબીના પ્રશ્નપત્રમાં એલએલએમ છાપી દેવામાં આવ્યું હોય વિદ્યાર્થીઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષામાં સોમવારે એલએલબી સેમેસ્ટર ત્રણનું વ્હાઇટ કોલર ક્રાઇમ વિષયનું પ્રશ્નપત્ર હતું. પ્રશ્નપત્રમાં ઉપર એલએલબી સેમેસ્ટર ત્રણના બદલે એલએલએમ સેમેસ્ટર ત્રણ છપાયેલું હોય વિદ્યાર્થીઓ થોડી ક્ષણો માટે મુંઝવણમાં મુકાઇ ગયા હતા. જોકે, પ્રશ્નો એલએલબી સેમેસ્ટર ત્રણના અભ્યાસક્રમ મુજબ હોય વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરીક્ષામાં પ્રાધ્યાપકો દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરવામાં થતી ભૂલોનો સીલસીલો યથાવત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...