Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોલીસ કર્મચારી પર હુમલાના કેસમાં શખ્સને માસની કેદ
બોરસદનાહરખાપુરામાં વર્ષ 2013માં ખોટી ફરિયાદ કેમ લઈને આવો છો તેમ કહી આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને દસ્તાથી માર માર્યો હતો. કેસ આણંદ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હરખાપુરાના શખ્સને માસની સાદી કેદ અને રૂા. બે હજારનો દંડ તેમજ દંડ ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફરમાવી હતી.
બોરસદના હરખાપુરામાં રહેતા જશભાઈ પૂનમભાઈ પરમારે વર્ષ 2013માં 3 જૂનના રોજ દૂધની ડેરી પાસે ઊભા હતા ત્યારે સમયે હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ ગોરધનભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કનકકુમાર સાથે તપાસમાં જતા હતા. ત્યારે જશભાઈ પરમારે ખોટી ફરિયાદ લઈ કેમ આવો છો તેમ કહી બોલાચાલી કરી તેમના માથામાં લાકડાનો દસ્તો મારી દીધો હતો. અંગેની ફરિયાદ આંકલાવ પોલીસ સ્ટેશને નોંધાયા બાદ કેસ આણંદ જિલ્લા કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં થર્ડ એડિશ્નલ ડિસ્ટ્રીક્ટ જજ વી. આર. રાવલની કોર્ટમાં સરકારી વકીલ વાય.એચ. ઠાકરે નવ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે તપાસી ગ્રાહ રાખીને કોર્ટે જશભાઈ પરમારને માસની સાદી કેદ અને રૂા. બે હજારનો દંડ અને જો દંડ ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારી છે.