તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • સરદાર પટેલ યુનિ.ના સોશ્યલોજી ડિપાર્ટમેન્ટના હેડ ~ 90 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરદાર પટેલ યુનિ.ના સોશ્યલોજી ડિપાર્ટમેન્ટના હેડ ~ 90 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માસિક દોઢ લાખની આવક છતાં પીએચ.ડીનો વેપાર કર્યો

શિક્ષણહબ તરીકે ગણાતા વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સોશ્યોલોજિ ડિપાર્ટમેન્ટના હેડ હિતેશ એન. પટેલે ઠાસરા તાલુકાના નેસ ગામના વિદ્યાર્થીને પીએચ.ડી. કરાવી દેવા માટે રૂા. 90 હજારની લાંચ માંગી હતી. અંગે વિદ્યાર્થીએ લાંચ રૂશ્વંત શાખાના ટોલ ફ્રી નંબર પર ફોન કરી જાણ કરતા સોમવારે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીએ છટકું ગોઠવી પ્રોફેસર હિતેશ પટેલેને સરદાર પટેલ યુનિર્વર્સિટી પાસે આવેલી કોર્પોરેશન બેંક પાસેથી આબાદ રૂા. 90 હજાર સાથે ઝડપી પાડ્યા હતા. ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણજગતને કાળી ટીલી લાગે તેવુ કૃત્ય એક ગુરૂએ કરતા સમાજમાં ભારે ફિટકારની લાગણી વ્યાપી ગઈ હતી. તેમજ આવી રીતે પૈસા લઇને કેટલા વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી આપવામાં આવી હશે, તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રહેતા અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સોશ્યોલોજિ ડિપાર્ટમેન્ટમાં પીએચડી કરતા એક વિદ્યાર્થીએ રથયાત્રાના દિવસે એસીબીની ટોલ ફ્રી નંબર પર ફોન કરી પીએચ.ડી. કરાવી આપવા માટે તેના ડિપાર્ટમેન્ટના હેડ હિતેશ એન. પટેલ દ્વારા રૂા. લાખની લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી.

જોકે, આખરે સોદાની પતાવટ રૂા. 3 લાખમાં થઈ હતી. અંગે તેણે એસીબીને પ્રોફેસર દ્વારા અગાઉ પણ રૂા. 2.10 લાખ આપ્યા હતા તેમજ હાલમાં પણ તેઓ માંગણી કરી રહ્યા હોવાના તમામ પુરાવા આપ્યા હતા. જોકે, બાકીના રૂા. 90 હજાર સોમવારે આપવાના હોવાનું તેણે જણાવ્યું હતું. જેને પગલે ગાંધીનગરની એક ટીમ સોમવારે સવારથી યુનિવર્સિટીના કેમ્પસમાં આવી હતી. દરમિયાન પ્રોફેસર સમયે લેક્ચરમાં હોઈ તેઓ બપોરે દોઢ કલાકે આવ્યા હતા. વધુમાં વિદ્યાર્થીને ફોન કરીને તેમણે યુનિવર્સિટી સંકુલમાં આવેલી કોર્પોરેશન બેંક પાસે બોલાવ્યો હતો. તેમણે તેની પાસેથી પૈસા લીધા બાદ િવદ્યાર્થીને થિસીસ સંદર્ભે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. થિસીસ પણ લખાઇ જશે અને ડિગ્રી પણ આવી જશે, તેવી ખાતરી આપી હતી. દરમિયાન પૈસા ગણીને તેઓ જતા હતા ત્યારે ગાંધીનગરની ટીમે તેમને પૈસા સાથે રંગહાથ ઝડપી પાડ્યા હતા.ગાંધીનગર એસીબીના અધિકારીઓ હોવાની જાણ થતાં પ્રોફેસરનો ચહેરો રડમસ બની ગયો હતો અને તેમણે પોતે લાંચ લીધી હોવાની કબુલાત કરી હતી.

અંગે આણંદ એસીબી દ્વારા પ્રોફેસર સામે લાંચ રૂશ્વતં વિરોધી કલમ હેઠળ ગુનો નોંધી મંગળવારે તેમના વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. શિક્ષણનગરી એવી વિદ્યાનગર વિશ્વ વિખ્યાત છે. જ્યાં પીએચડી ડિગ્રી વેચાતી મળતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. કૌભાંડના પગલે અન્ય ફેકલ્ટીની ડિગ્રી પર પણ તપાસ થાય તેવી ચર્ચા ઊઠી છે.

થીસીસ લખવા માટે 50,000 લેનારા રિટાર્યડ પ્રોફેસર કોણ

લાંચમાંઝડપાયેલા પ્રોફેસર હિતેશ પટેલે એસીબી સામે એવી કબુલાત કરી હતી કે, વિદ્યાર્થીઓના થીસીસ વિદ્યાનગરમાં રહેતા એક રીટાયર્ડ પ્રોફેસર લખી આપે છે. માટે તેઓ રૂા. 30 થી 50 હજાર રૂપિયા ચાર્જ લે છે. જોકે, હવે તપાસનો વિષય છે કે થીસીસ લખી આપનારા રિટાયર્ડ પ્રોફેસર કોણ છે.

પિતાની સેવા કરાવી પણ પીએચડીની ડિગ્રી આપી

પ્રોફેસરહિતેશ પટેલે તેમના પિતાની કપડવંજના એક વિદ્યાર્થી પાસે બે વર્ષ સુધી પીએચ.ડી.ની ડિગ્રી આપવા માટે સેવા કરાવી હતી. તેમના પિતા અવસાન પામ્યા ત્યાં સુધી વિદ્યાર્થીએ સેવા કરી પરંતુ પ્રોફેસરે તેને તારી લાયકાત ઓછી છે તેમજ તે હજુ તારૂં થીસીસ પૂરૂ કર્યું નથી. તેવા યેનકેન કારણો જણાવી તેને આમછતાં પીએચડીની ડિગ્રી આપી નહોતી.

બાર દિવસ બાકી હતાં અને યુનિવર્સિટી માટે કલંકરૂપ

સરદારપટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.હરીશ પાઢનો કાર્યકાળ 31મી જુલાઇના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. તેઓ સતત બે ટર્મથી વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ડો.પાઢના કાર્યકાળ પૂર્ણ થવાને બાર દિવસ બાકી હતાં અને પ્રાધ્યાપક પીએચ.ડી વિદ્યાર્થી પાસે લાંચ લેતાં ઝડપાઇ જવાની કલંકિત ઘટના બની છે.

પ્રાધ્યાપક સસ્પેન્ડ પણ થઇ શકે છે પાઢ

યુનિવર્સિટીનાવાઇસ ચાન્સેલર ડો.હરીશ પાઢે જણાવ્યું હતું કે ‘પીએચ.ડીના વિદ્યાર્થી પાસેથી પ્રાધ્યાપક દ્વારા પૈસાની માંગણી કરવામાં કરવામાં આવી હોય તો તેને વખોડી કાઢવામાં આવે છે. પૈસાની માંગણી કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીએ રજિસ્ટ્રાર, વાઇસ ચાન્સેલર કે અન્ય અધિકારીને જાણ કરવાની જરૂર હતી. દરેક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં પીએચ.ડી માટે ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટિની રચના કરવામાં આવેલી છે. કમિટિ પીએચ.ડીના રજિસ્ટ્રેશનથી લઇને થીસીસ અને વાઇવા સહિતની કામગીરીનું સુપરવિઝન કરે છે. ગાઇડ એવા પ્રાધ્યાપક દ્વારા વિદ્યાર્થીઓ પાસે કોઇ અયોગ્ય માંગણી કરવામાં આવતી હોય તો યુનિવર્સિટીમાં ફરિયાદ કરવામાં આવે તો તેનું નિરાકરણ લાવવામાં આવે છે. ઉપરાંત ડિપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું કોઇપણ રીતે શોષણ ના થાય તે માટે તમામ પ્રકારની તકેદારી રાખી રહ્યું છે. આમછતાં એક વિદ્યાર્થીએ ફરિયાદ કરવાની હિંમત કરતાં હવે ભવિષ્યમાં કોઇ પ્રાધ્યાપક આવું કામ કરશે નહીં. કેસમાં પ્રાધ્યાપક ખરેખર દોષિત સાબિત થશે તો સસ્પેન્ડ પણ થઇ શકે છે. જેમાં ફરિયાદના આધારે પ્રાધ્યાપકને ટેમ્પરરી કે પરમેન્ટ સસ્પેન્ડ કરવા તે નક્કી કરવામાં આવે છે.’

પીએચ.ડીના200 ઉપરાંત ગાઇડ કાર્યરત

સરદારપટેલ યુનિવર્સિટીમાં પીઅચ.ડી માટે 200 ઉપરાંત પ્રાધ્યાપકોને ગાઇડ તરીકે મંજૂરી આપવામાં આવી છે. દર વર્ષે 40થી 50 વિદ્યાર્થીઅો પીઅેચ.ડી માટે રજિસ્ટ્રર થતાં હોય છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી પ્રાધ્યાપકો દ્વારા પીએચ.ડીને એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે. પ્રાધ્યાપકો હોંશિયાર વિદ્યાર્થીઓના બદલે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે તેવા વિદ્યાર્થીઓને પીએચ.ડી માટે રજિસ્ટ્રર કરે છે. પીએચ.ડી માટે રજિસ્ટ્રર કર્યા બાદ પણ દસ દસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને પીએચ.ડી પૂર્ણ કરાવવાના બદલે વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવતું હોવાની વિગતો જાણવા મળી છે. પીએચ.ડીની પ્રવેશપરીક્ષામાં પણ વ્હાલાદવલાંની નીતિ અપનાવવામાં આવે છે.

પીએચડી કરવા યુવકે દેવું કર્યું અને પિતા ગુમાવ્યા !

ગરીબપરિવારમાંથી આવતા ઠાસરાના નેસ ગામના યુવકે દોઢથી બે લાખનો પગાર લેતા પ્રોફેસરને પૈસા આપવા માટે વ્યાજે પૈસા લીધા હતા. જોકે, તેના પિતાને કેન્સર હોઈ તેના પિતાની સારવાર કરાવી શક્યો. જેને કારણે તેના પિતાને પણ તેને ગુમાવવાનો વારો આવ્યો હતો. બનાવને પગલે તેણે પ્રોફેસર વિરૂદ્ધ એસીબીમાં ફરિયાદ કરવાનું મુનાસિબ માન્યું હતું.

પીએચડી માટે પૈસા નહીં તો યુવતીઓની જાતિય

સતામણી થતી હોવા છતાં વીસીનું ભેદી મૌન

વિદ્યાધામએવા વિદ્યાનગરમાં છેલ્લાં કેટલાંય સમયથી બનાવટી ડિગ્રી આપવાનો જાણે રાફડો ફાટ્યો છે. હજુ પણ પીએચડીની ડિગ્રી આપવા માટે ત્રણથી ચાર પ્રોફેસરો પૈસા લઈ રહ્યા હોવાની વિગતો ખૂલી છે. વિદ્યાર્થી પાસેથી પૈસા અને વિદ્યાર્થિનીઓ પાસેથી સેક્સની માંગણી પણ કરાતી હોવાની ચર્ચા છે. જોકે, ભય અને આબરૂ જવાને પગલે મોટાભાગના પીડિતો સામે આવી રહ્યા નથી. લાંચ લેનારા પ્રોફેસર વિરૂદ્ધ અગાઉ પણ ઘણી ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ વાઈસ ચાન્સેલર ડૉ.હરીશ પાઢે મામલે આંખ આડા કાન કર્યે રાખ્યા હતા.

શિક્ષણને કલંક | ગુરૂપૂર્ણિમાની પૂર્વસંધ્યાએ પીએચડીની ડિગ્રી આપનાર \\\"ગુરુ દક્ષિણા\\\' લેતા પકડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો