તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરોતરમાં વરસાદના હળવા ઝાપટાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદમાં 12, ખેડામાં 4, માતર 16, વસો 6, કઠલાલમાં 15, ગળતેશ્વરમાં 4 , ઠાસરામાં 11 મીમી વરસાદ

આણંદશહેર સહિત જિલ્લામાં સોમવારે આકાશમાં ઘેરાયેલા વાદળો વચ્ચે છુટોછવાયો વરસાદ થયા બાદ મેઘરાજા પુન: હાથતાળી આપી ગયા હતા. આકાશમાં વાદળો આવે છે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા નથી. વાદળછાયા વાતાવરણના કારણે મહતમ તાપમાનનો પારો ઘટીને સોમવારે 31.8 ડિગ્રી નોંધાયો હતો. આગામી બે દિવસ વાદળછાયા વાતાવરણમાં વરસાદ સાથે પવનની ઝડપ વધુ રહેવાનો હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે ‘હાલમાં વરસાદ માટેની કોઇ મોટી સિસ્ટમ બનેલી છે. આકાશમાં ઘેરાયેલા વાદળો વચ્ચે છુટોછવાયો વરસાદ થશે. તેમજ પવનની ઝડપ વધુ રહેશે. સોમવારે મહતમ તાપમાન 31.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 26.1 ડિગ્રી, ભેજનું પ્રમાણ 92 ટકા, પવનની ઝડપ 7 કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ-પશ્ચિમ નોંધાઇ હતી.’ સોમવારે સવારથી આકાશમાં વાદળો ઘેરાયેલા રહ્યા હતા. બપોરના કાળાડિબાંગ વાદળો આવી જતાં છુટોછવાયો વરસાદ થયો હતો. કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા હોય વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. આણંદ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સવારના 8 વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન બોરસદમાં 2 મિમી, આંકલાવમાં 4 મિમી અને સોજિત્રામાં 7 મિમી વરસાદ નોંધાયો હતો.

તાપમાન ઘટ્યું

તારીખમહતમ લઘુતમ

16 જુલાઇ 34.8 26.2

17 જુલાઇ 32.5 26.0

18 જુલાઇ 31.8 26.1

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો