તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગયા વર્ષ કરતાં વાવેતર ઘટ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાંચારેકોર વરસાદ પડી રહ્યો છે ત્યારે કૃષિની સ્થિતિ પર નજર કરીએ તો હજુ પણ પાટણ, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી જિલ્લામાં વરસાદ ઓછો થતા વાવેતર 20 ટકા કરતા ઓછું થયું છે.

ગયા વર્ષના સમયગાળા દરમિયાન રાજયમાં 50,75,600 હેકટરમાં વાવણી થઇ ગઇ હતી, જયારે ચાલુ વર્ષે 46,02,200 હેકટરમાં વાવણી થતા ગયા વર્ષ કરતા 4,73,400 હેકટરમાં વાવણી ઓછી થઇ છે. પાકની વાત કરીએ તો ચાલુ વર્ષે નાગરિકોને ઊંચા ભાવ ચુકવવા પડતા ખેડૂતોએ પણ ગયા વર્ષ કરતા તુવેરદાળનું 39,200 હેકટરમાં, મગફળીનું 49,900 હેકટર અને શાકભાજીનું 1,500 હેકટરમાં વાવેતર વધારે કર્યુ છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ વાવણી થયાના અહેવાલો મળ્યા હતા.

ઉપરાંત મગ, મઠ, અડદ જેવા કઠોળના પાકમાં પણ વાવેતર વધ્યું છે. જયારે કપાસમાં ગયા વર્ષ કરતા 21,69,530 હેકટરનું ઓછું વાવેતર થયું છે. ઉપરાંત અન્ય પાકના વાવેતરમાં પણ વર્ષે ઘણાં વિસ્તારોમાં આછા વાવેતરના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો