તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ ફટાફટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

આણંદ |ટી વીપટેલ હાયર સેકન્ડરી, સામાન્ય પ્રવાહ, વિદ્યાનગરમાં ગૌરીવ્રત પૂર્વે વિદ્યાર્થીની બહેનો માટે મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 44 જેટલી વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ-માછી રોશની ભરતભાઈ, દ્વિતીય- સોલંકી જૈમિની કનુભાઈ અને સોલંકી ઉર્મિલા નિકેશભાઈ, તૃતીય-વાલેન્દ્રા પાયલ જયંતીભાઈ તથા આશ્વાસન ઇનામ યાદવ શ્રુતિ જગદીશભાઈ અને મિશ્રા જાગૃતિ અરુણભાઈ વિજેતા જાહેર થાય હતા.

ટીવી પટેલ હાઈ.માં વિદ્યાર્થિની વચ્ચે મહેંદી હરિફાઇ યોજાઇ

આણંદ | મોગરીસ્થિત અનુપમ મિશન સંચાલિત જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના ધો.10ના વિદ્યાર્થી જૈનીશ પંડયાએ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટીમાં સામાન્ય જ્ઞાન વિષયમાં 99.66 પર્સન્ટાઇલ રેન્ક સાથે રાજ્યકક્ષાએ પાંચમો ગુણવત્તા અંક મેળવ્યો હતો. તેમજ ગુજરાતી, અંગ્રેજી, ગણિત તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયમાં પણ ઉચ્ચ ગુણાંક વિકાસ પંડ્યાએ મેળવ્યા હતા. યોગી વિદ્યાપીઠના કુલગુરુ રતિકાકા, આચાર્ય મુકુંદભાઇ પટેલે વિદ્યાર્થીની સિધ્ધિને બિરદાવી હતી.

મોગરીની જ્ઞાનયજ્ઞ વિદ્યાલય પ્રખરતા શોધ કસોટીમાં અગ્રેસર

બોરસદ | દેદરડાગામે સ્વ.કાશીભાઈ સોલંકીની પ્રથમ પૂણ્યતિથિએ વિનુભાઈ સોલંકીના પરિવાર દ્વારા કન્યા શાળા તથા આંગણવાડીના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

શાળામાં તિથિભોજન અપાયું

આણંદ | આણંદમાંઆવેલ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ એજ્યુકેશન કોલેજના સ્થાપના દિન અને ડોકટર ડે દિન નિમિતે તા. 1લી જુલાઇએ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે આણંદ હોસ્પિટલના ફિઝીયોથેરાપીસ્ટ ડો. ધ્રુવીબેન પ્રજાપતિ અને ભૂતપૂર્વ આચાર્ય ડો. વી.ટી. ભમ્વરી પણ હાજર રહ્યાં હતા. જયારે કાર્યક્રમમાં માનદમંત્રી જયોત્સના બહેન પટેલ દ્વારા સંસ્થાના સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી હતી. આભારવિધી ડૉ.ડી.એમ.પટેલે અને કાર્યક્રમનું સંચાલન ડૉ.એમ.આર.સોલંકીએ કર્યંુ હતું.

આણંદ કોલેજમાં ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી

આણંદ | ચારુતરવિદ્યામંડળ સંચાલિત ન્યુ વિદ્યાનગરમાં આવેલી અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇંટરીગ્રેટેડ સ્ટડીસ એન્ટ રિસર્સ ઇન બાયોટેકનોલોજી એન્ડ એલાઇડ સાયન્સ (એરિબાસ) કોલેજમાં જ્ઞાન ફોરમ અંતર્ગત સચિન વ્યાસ, જુનિયર રિસર્સ ફેલો, આઈઆઈટી, જોધપુર દ્વારા વ્યક્તવ્ય રાખવામાં આવ્યું હતું. જેઓએ રિસર્સ ઓપોર્ચ્યુનિટી ઇન બાયોલોજીક સાયન્સ પર વ્યક્તવ્ય આપ્યું હતું. બાયોલોજીકલ અને તેની શાખાઓ ક્ષેત્રે સંશોધનમાં કેવી રીતે પ્રયાસ કરવાથી તેમાં સફળતા મળે તેની વિષતૃત જાણકારી આપી હતી.

એરીબાસ ખાતે જ્ઞાન ફોરમ અંતર્ગત વ્યક્તવ્ય યોજાયું

આણંદ | ચરોતરએજ્યુ. સોસાયટી સંચાલિત સ.વ.પટેલ શિશુવિહાર એવમ બાલશાળા, ખેતીવાડીમાં ‘વાલી સંમેલન’નું આયોજન થયું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે એક્ઝિ.ડાયરેક્ટર ડૉ.મહેશભાઈ પટેલ તથા કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઇ પટેલ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમ અંતર્ગંત આચાર્યાબહેને નિયમો અંગે, અભ્યાસ અંગે અને પરીક્ષા પદ્ધતિ, પ્રોજેક્ટ કાર્ય, તેમજ વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની હિનાબહેને માહિતી આપી હતી. કાર્યક્રમમાં વાલીઓએ જાગૃતતા દાખવી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સંસ્થાના ચેરમેન નિરવભાઇ પટેલ, મંત્રી કેતન પટેલ તથા કમિટિના સભ્યોએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. અંતે આચાર્યાબહેન સૌ વાલીગણ તથા સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.

આણંદની સ.વ.પટેલ શિશુવિહાર, બાલશાળામાં વાલી સંમેલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો