તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • પંડોળી ગામે પગે ટેગ લગાડેલું કબૂતર મળતાં તંત્રમાં દોડધામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંડોળી ગામે પગે ટેગ લગાડેલું કબૂતર મળતાં તંત્રમાં દોડધામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટલાદતાલુકાના પંડોળી ગામેથી શનિવારના રોજ શંકાસ્પદ કબૂતર મળી આવ્યું હતું. કબૂતરની પાંખો ઉપર એરેબીક કે અવાચ્ય ભાષામાં લખાણ લખેલું હોવાનું જણાઇ આવતું હતું અને કબૂતરના બંને પગોએ ટેગ મારેલા હતાં. જેથી પોલીસ અને ગુપ્તચર વિભાગ હચમચી ગયું હતું. દેશ વિરોધી તત્વો કે આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયેલા તત્વો દ્વારા કબૂતરનો સંદેશા વ્યવહાર માટે ઉપયોગ થયો છે કેે નહીં ?ω જેની સઘન તપાસ હાથ ધરી છે.

પેટલાદ તાલુકાના પંડોળી ગામે છેલ્લા બે-ત્રણ દિવસથી પગે ટેગ મારેલ કબૂતર નજરે ચઢયું હતું. જેને લઇને અનેક ચર્ચાઓ થતી હતી. કબૂતર શનિવારના રોજ ઉડીને માધવપુરામાં રહેતાં રાજુભાઈ ભૂપતભાઈ સોલંકીના ઘરે આવ્યું હતું. કબૂતર બીમાર હાલતમાં જણાઇ આવ્યું હતું. જેથી રાજુભાઇ તેને સારવાર માટે પેટલાદ પશુ દવાખાનામાં લઇ ગયાં હતાં. જોકે, કબૂતર શંકાસ્પદ જણાતાં ડો. દશરથભાઈએ પેટલાદ રૂરલ પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. એમ. ચૌહાણ દવાખાનામાં દોડી ગયા હતા અને તપાસ હાથ ધરતાં કબૂતરના પગમાં ટેગ મારેલી હતી. પાંખ ઉપર વિચિત્ર લખાણમાં ચિત્ર જોવા મળ્યા હતા. જે અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરતાં પેટલાદ નાયબ પોલીસ અધિક્ષક જે. એમ. દેસાઇ, સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ વોરા સહિત કાફલો દોડી આવ્યાે હતો. પ્રાથમિક તપાસમાં કબૂતરના બંને પગમાં મારેલી ટેગ (કળીયો) મળી આવી હતી. કબૂતર થકી કોઇ રાષ્ટ્ર વિરોધી ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ સહિતના મુદ્દા ઉઠવા પામ્યા છે.રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા કબૂતરનો સંદેશાવાહક તરીકે ઉપયોગ કર્યા બાદ કબૂતર બીમાર પડી જતાં છોડી મુકવામાં આવ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે.

પેટલાદના પંડોળી ગામે મળી આવેલા કબુતરના પગે ટેગ તથા પાંખ પર અરેબિક ભાષામાં લખાણ મળી આવતાં પોલીસ અને ગુપ્તચર એજન્સી સતર્ક બની ગઈ હતી અને લીપી ઉકેલવા માટે એફએસએલની મદદ લીધી હતી.

પ્રાથમિક તપાસ કબૂતર રેસરનું હોવાની સંભાવના

એફએસએલ ટીમના અધિકારી ધનંજય પટેલે જણાવ્યું હતું કે ‘દુનિયાના વિવિધ દેશોમાં જેવા કે તાઇવાન, ફિલિપાઇન્સ, યુએસએ, ચાઇના, મલેશિયા વગેરેમાં કબૂતરની રેસ યોજાતી હોય છે. તેમાં પ્રકારના રેકીંગ માટે ટેગ પદ્ધિત ઉપયોગમાં લેવામાં આવે છે. ટેગ ઉપર ટીપીપી લખેલ છે. તે તાઇવાઇ, ફિલિપાઇન્સ પીજીયન એસોસિઅેશનની હોવાની શક્યતા છે. કબૂતરની ઓળખ માટે ટેગ અને પાંખ ઉપર લખાણ તથા સિમ્બોલનો ઉપયોગ થાય છે.’

બન્ને પગે સંકેતીક નંબરોથી તપાસ સઘન બની

ડાબાપગની ટેગ ઉપર નંબર 7921/357867 તથા જમણા પગની ટેગ પર 201662431 નંબર લખેલો મળી આવ્યો હતો. જ્યારે બંને પાંખ ઉપર એરેબીક કે અન્ય ભાષામાં વિચિત્ર લખાણ તથા ડાબી પાંખ ઉપર સાંકેતીક ચિત્ર દોરેલું હોવાનું જોવા મળતું હતું. જેને લઇને શંકાસ્પદ કબૂતર જણાતું હતું. કબૂતરને હાલ તો વનવિભાગને સોંપવામાં આવ્યું છે.

ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે

નાયબપોલીસ અધિક્ષક જે. એમ. દેસાઇએ જણાવ્યું હતું કે ‘અગાઉ પણ ત્રણ-ચાર માસ પહેલાં આવું એક કબૂતર જૂનાગઢ પાસેથી મળી આવ્યું હતું. બીજી ઘટના છે. ત્યારે કબૂતર ક્યાંથી આવ્યું અને તેના પરની ટેગ તથા અવાચ્ય ભાષામાં લખેલ લખાણ શું છે. ખરેખર કબૂતરનો ઉપયોગ કરવા પાછળનો હેતુ શું છે. અને ગુજરાતમાં કઇ રીતે આવી પહોંચે છે. તે અંગેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો