તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • અમદાવાદ, નડિયાદના રૂટો વાયા લાંભવેલ થઇ દોડાવવામાં આવે તો 5 કિલોમીટરનો ફેરો બચે!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ, નડિયાદના રૂટો વાયા લાંભવેલ થઇ દોડાવવામાં આવે તો 5 કિલોમીટરનો ફેરો બચે!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદએસટી ડેપો પશ્ચિમ તરફથી એટલે કે અમદાવાદ, મહેમદાવાદ, ખેડા, નડિયાદની એસટી બસો હાલ નેશનલ હાઇવે નં.8 થઇ ભાલેજ ઓવરબ્રીજ થઇને શહેરમાં આવે છે. કેટલીક વખત ભાલેજ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના કારણે મુસાફરો અટવાઇ જતાં હોય છે. આથી, પશ્ચિમ તરફથી આવતી તમામ એસટી ડેપો વાયા કણજરી-લાંભવેલ દોડાવવામાં આવે તો ભાલેજ ઓવરબ્રીજ પર ટ્રાફિકનું ભારણ ઓછું થવા ઉપરાંત એસટી વિભાગને પણ ડિઝલની મહાબચત થઇ શકે તેમ છે.

આણંદના એસટી ડેપોમાંથી અમદાવાદ, મહેમદાવાદ, ખેડા, નડિયાદ પશ્ચિમ વિભાગની જોડતાં ગામો એસટી રૂટો દોડાવવામાં આવે છે. અન્ય ડેપોમાંથી આણંદ ખાતે એસટી બસો દોડાવવામાં આવે છે. આમ મોટાભાગના રૂટો નેશનલ હાઇવે નં.8 થઇ સામરખા ચોકડી અને આણંદ ઓવરબ્રીજ થઇને નવા બસસ્ટેન્ડમાં આવે છે. આમ દિવસ દરમિયાન 50થી વધુ એસટી બસો રૂટ પર દોડે છે. જ્યારે બીજી બાજુ ભાલેજ ઓવરબ્રીજ પર ગોધરા, ડાકોર સહિત અમદાવાદ તરફના વાહનો પસાર થતાં હોય છે. અહીં દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહે છે. જેના કારણે કયારેક તો ઓવરબ્રીજ પર ટ્રાફિકજામ થતાં લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. આથી, અમદાવાદ તરફ તમામ એસટી બસો વાયા લાંભવેલ દોડાવવામાં આવે તો ટ્રાફિક થોડો ઘણો હલ થાય તેમ છે.

ઉપરાંત નેશનલ હાઇવે નં.8 થઇ આણંદ ઓવરબ્રીજ પર એસટી બસસ્ટેશનમાં એસટી બસો આવતી હોય છે. જેને કારણે ચારથી પાંચ કિલોમીટરનું અંતર વધી જાય છે. રૂટો વાયા લાંભવેલ થઇને દોડાવવામાં આવે તો પાંચેક કિલોમીટરનું અંતર ઘટી જાય તેમ છે. અને મુસાફરોનો સમય પણ વેડફાય અને અંતર ઘટતાં ડીઝલની બચત થતાં એસટી તંત્રને ફાયદો થાય તેમ છે. સાથે સાથે લાંભવેલ, બોરીઆવી, કણજરી ગામની જનતાને પણ પુરતો લાભ મળી શકે તેમ છે. જેથી જાગૃત નાગરિકો ઇચ્છે છે કે ઓવરબ્રીજ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એસટી બસના અમદાવાદ તરફના રૂટો વાયા લાંભવેલ થઇને દોડાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

આણંદ શહેરનાં ભાલેજ ઓવરબ્રિજ પર વારંવાર થતા ટ્રાફિક જામમાં કલાકો સુધી એસટી બસ અટવાઇ જતી હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. બસનો રૂટ લાંભવેલ કરવા જરૂરી બન્યું છે.

ટ્રાફિક નિવારણ માટે એસટી રૂટો ડાયવર્ટ કરવા જરૂરી

^આણંદભાલેજ ઓવરબ્રીજ પર ગોધરા, સેવાલિયા, ડાકોર, પણસોરા, ઓડ સહિતના ગામોમાં જવા-આવવા માટે વાહનચાલકો ઓવરબ્રીજનો ઉપયોગ કરે છે. તેના કારણે ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. અને એસટી બસો પણ રૂટો પરથી દોડતી હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે સમસ્યાના નિવારણ માટે એસટી બસોના રૂટો વાયા લાંભવેલ દોડાવવામાં આવે તો થોડી ઘણી રાહત થાય તેમ છે. > નિલેશભાઈપટેલ, આણંદ.

ઉપાય |આણંદ-ભાલેજ ઓવરબ્રીજ પર ટ્રાફિક ઘટાડવા એસટીનો રૂટ બદલવો જરૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો