તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદપાસે આવેલા મોગરી ગામની સરકારી કુમાર શાળા અને કન્યાશાળાના 200 વિદ્યાર્થીઓને અનુપમ મિશનના ઇર્ન્ફોમેશન ટેક્નોલોજી સેન્ટરમાં વિના મૂલ્યે કમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવશે. અનુપમ મિશનના કમ્પ્યુટર શિક્ષણ સેવાયજ્ઞનો પ્રારંભ જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. સેન્ટરની આધુનિક લેબમાં વિદ્યાર્થીઓને હાઇટેક શિક્ષણ આપવામાં આવશે.

મોગરી સ્થિત અનુપમ મિશન સંચાલિત ઇર્ન્ફોમેશન ટેકનોલોજી સેન્ટરના ડાયરેક્ટર પીટરભાઇએ જણાવ્યું હતું કે ‘સેન્ટર દ્વારા છેલ્લા 28 વર્ષથી સંસ્કાર સાથે શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થા જે ગામમાં આવેલી છે તે ગામની સરકારી શાળામાં કમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવતું નહોતું. જેની જાણ અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠના કુલગુરુ રતિકાકાને થતાં તેઓએ મોગરી ગ્રામપંચાયતના સભ્યોને સરકારી શાળાના વિદ્યાર્થીઓને આઇટીસીમાં કમ્પ્યુટરનું શિક્ષણ આપવાનો વિચાર રજૂ કર્યો હતો. જેને ગ્રામપંચાયતના સભ્યોએ સ્વીકારી લીધો હતો. વર્ષ 1995થી જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ધો.1થી 7માં કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે. તેમજ 28 વર્ષથી સરકારી-બિનસરકારી તેમજ વ્યવસાયિક સંસ્થાઓમાં આધુનિકઢબે શિક્ષણ આપવામાં આવે છે.’

અનુપમ મિશનમાં નિ:શુલ્ક કમ્પ્યુટર શિક્ષણ સેવાયજ્ઞનો પ્રારંભ કરાવતાં કલેકટર ડો.ધવલ પટેલે શિક્ષણનું સ્તર ઊચું લઇ જવા તેમજ ગામના બાળકો કમ્પ્યુટરના ક્ષેત્રમાં નવી શોધખોળ કરી તકનીકને વિકસાવે તેવું શિક્ષણ પ્રાપ્ત કરવા હાંકલ કરી હતી. પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ અશ્વિનભાઇ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.એન.પરમાર, મોગરીના ઉપસરપંચ મિલનભાઇ, પૂર્વ સરપંચ સુનિલભાઇ, રમણભાઇ અને ગ્રામપંચાયતના સભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અનુપમ મિશન દ્વારા કાર્યરત દિવ્યાંગ બાળકોની મિત્રશાળાનાં વિદ્યાર્થીઓએ જેસીઆઇ મિલ્ક સીટી અને વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા આયોજિત પર્યાવરણ સુરક્ષા કાર્યક્રમમાં ડ્રામા અને નૃત્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને જેસીઆઇ મિલ્ક સિટીના પ્રમુખ પ્રશાંત સોની અને ચેરપર્સન પીનલ સોની તથા પ્રોજેક્ટ હેડ દીપેશ ગાંધીના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.

અનુપમ મિશન દ્વારા કમ્પ્યૂટર શિક્ષણ સેવાયજ્ઞ શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો