તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • પશુપાલકને મોબાઇલ પર દૂધનો ફેટ ને ચૂકવાયેલી કિંમતની માહિતી મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુપાલકને મોબાઇલ પર દૂધનો ફેટ ને ચૂકવાયેલી કિંમતની માહિતી મળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમૂલડેરી સંલગ્ન ગ્રામ્ય દૂધ મંડળીઓમાંથી દૂધ ઉત્પાદકોને હવે દૂધ ભર્યાની રિસિપ્ટ એસએમએસથી મળશે. જેમાં દૂધની માત્રા, દૂધનો ફેટ, અને તેને મળેલ નાણાંની વિગતો હશે. ઉપરાંત દૂધ ઉત્પાદકને તેના એકાઉન્ટની સંપૂર્ણ વિગતો મોબાઇલ એપ્લીકેશન દ્વારા મેળવી શકશે. અમૂલ ડેરી દ્વારા દરેક ગામની દૂધ મંડળીઓમાં એક સરખું કમ્પ્યુટર સોફ્ટવેર અમૂલ-ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં 152 દૂધ મંડળીમાં ઓનલાઇન સિસ્ટમ શરૂ થઇ ગઇ છે. વર્ષ 2017 સુધીમાં તમામ ગ્રામ્ય દૂધ મંડળીઓને સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવશે. એમ અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમે જણાવ્યું હતું.

અમૂલ ડેરી તરીકે જાણીતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમે જણાવ્યું હતું કે ‘અમૂલ ડેરીકક્ષાએ દરેક દૂધ મંડળીઓનું નિયંત્રણ શક્ય બને તથા અદ્યતન સોફ્ટવેરના લાભ દરેક મંડળી, મંડળીના સભાસદો તથા સંઘને મળે તે હેતુથી દરેક મંડળીઓમાં એક સરખું કમ્પ્યુટર સોફ્ટવેર અમૂલ-ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ સ્થાપિત કરવાની શરૂઆત કરવામાં આવી છે. દરેક મંડળીઓમાં એક સરખા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતાં સેન્ટ્રલ ડેટાબેઝ, વેબ એપ્લીકેશન, સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ, ડેટા સિક્યુરીટીમાં સુધારો તેમજ એસએમએસથી નોટિફિકેશન જેવા લાભ મળી શકશે. સિસ્ટમની મદદથી દરેક સભાસદને મોબાઇલ ફોન પર એસએમએસ દ્વારા દૂધ ભર્યાની રિસિપ્ટ પ્રાપ્ત થશે, જેમાં દૂધની માત્રા, દૂધનો ફેટ અને તેના મળેલ નાણાંની વિગતો પ્રાપ્ત થશે. સભાસદ એટલે દૂધ ઉત્પાદક તેના એકાઉન્ટની સંપૂર્ણ વિગત મોબાઇલ એપ્લીકેશન દ્વારા મેળવી શકશે. તેમજ મંડળીના ચેરમેન અને સેક્રેટરી પણ પોતાના સ્માર્ટ ફોન પર દૂધ મંડળીની તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત ઓનલાઇન પરિપત્ર પણ મેળવી શકશે. દરેક દૂધ મંડળીની પોતાની વેબસાઇટ બનશે જેમાં દૂધ મંડળીની વિગત સિસ્ટમની મદદથી ઓનલાઇન મુકવામાં આવશે. અમૂલ ડેરીની 152 મંડળીને સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવી છે. વર્ષ 2017 સુધીમાં તમામ દૂધ મંડળીને આવરી લેવામાં આવશે.’

ફોન પર મળી જાય છે તમામ વિગતો

વહેરા દૂધ મંડળીના ચેરમેન હિતેશ પટેલે જણાવ્યું હતું કે ‘વહેરા ઘણાં સમયથી અમૂલ ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. જેથી દૂધ ભરનાર દૂધ ઉત્પાદકના મોબાઇલ ફોન પર દૂધનો ફેટ, દૂધની માત્રા અને ચૂકવાયેલી કિંમત સહિતની વિગતો એસએમએસથી મળી જાય છે. જેથી અગાઉ ફેટ અને નાણાંને લઇને ઉભા થતાં પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે.’

અમૂલ ડેરી દ્વારા અમૂલ-ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ શરૂ કરાઇ : 152 દૂધ મંડળીમાં અમલીકરણ કરાયું

દૂધના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાશે

અમૂલડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમે જણાવ્યું હતું કે ‘ડેરીની તમામ ગ્રામ્ય મંડળીઓમાં અમૂલ-ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ સ્થાપિત કરાયા બાદ દૂધ ઉત્પાદકોને દૂધના નાણાં સીધા તેઓના બેંકના ખાતાંમાં જમા થઇ જાય તેવી વ્યવસ્થા કરવાનું આયોજન છે. જેથી દૂધના નાણાં સીધા દૂધ ઉત્પાદકોના બેંકના ખાતામાં જમા થઇ જશે. સિસ્ટમથી તમામ વિગતો ઓનલાઇન હોવાથી વહીવટમાં સરળતા રહેશે.

દૂધ ઉત્પાદકોને હવે એસએમએસથી દૂધ ભર્યાની રિસિપ્ટ મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો