તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • વીજ મીટર રીડિંગની જવાબદારી સખી મંડળોની મહિલાને સોંપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ મીટર રીડિંગની જવાબદારી સખી મંડળોની મહિલાને સોંપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સખી મંડળોની મહિલાને રોજગારી માટે વધુ એક દ્વાર ખુલ્યો

હવે,ચરોતરમાં વીજ મીટર રિડિંગ કરતા મહિલાઓ જોવા મળશે. અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં વીજબિલની સુવિધા વધુ ઝડપી બનાવવા માટે તેમજ મહિલાઓને પૂરક રોજગારી મળી રહે તેવા શુભ આશયથી મધ્યગુજરાત વીજ કંપની અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમના સખી મંડળો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. પ્રાયોગિક ધોરણે આંકલાવ તાલુકાના ગંભીરા ખાતે પ્રોજેકટને શરૂ કરવામાં આવ્યો છે. પ્રોજેકટને સફળતા મળતાં આગામી દિવસોમાં અન્ય તાલુકાઓમાં પણ કામગીરીને આગળ વધારવામાં આવશે. તેમ વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, આણંદ અને ખેડા रसीररसरसવીજબીલ આપવાની કામગીરી કરતાં મહિલાઓ જોવા મળશે. જિલ્લામાં પ્રાયોગીક ધોરણે પ્રોજેકટ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ખાતેની સખી મંડળો થકી શરૂ કરવામાં આવ્યો છે. જયારે ખેડા જિલ્લાએ પણ દિશામાં પગરણ માંડવા જઇ રહ્યું છે. છેવાડાના ગામડાઓમાં વીજ બિલ ખામીને પણ દૂર કરવા યોજના અસરકારક સાબિત થશે. પ્રોજેકટની સફળતા બાદ આગામી દિવસોમાં વીજ બિલ કલેકશન સેન્ટર પણ સખી મંડળોને આપવા માટે વિચારણા ચાલી રહી છે. હાલમાં વીજ કંપની સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા છે.

એમવીસીએલ દ્વારા વીજ બીલની કામગીરી મહિલાઓને સોંપવા માટે મહિલા સખી મંડળો સાથે એમઓયુ કર્યુ છે. આંકલાવના ગંભીરા ગામેથી યોજનાનો પ્રારંભ થયો છે. તે સફળ થતાં સમગ્ર જિલ્લામાં અમલ કરાશે. ચરોતરમાં મહિલા વીજબીલ ફાડતી જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો