તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • એક વિષયમાં એટીકેટી ધરાવતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ઓગસ્ટમાં લેવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક વિષયમાં એટીકેટી ધરાવતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ઓગસ્ટમાં લેવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવામાં એક વિષયમાં એટીકેટી ધરાવતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ઓગસ્ટ મહિનામાં લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને આગળ વધુ અભ્યાસ કરી શકે અથવા નોકરી મેળવી શકે. યુનિવર્સિટીના એક હજાર ઉપરાંત વિદ્યાર્થીઓના હિતાર્થે સિન્ડિકેટ બેઠકમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવામાં એક વિષયમાં એટીકેટી હોય તેઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.હરીશ પાઢે જણાવ્યું હતું કે ‘ગ્રેજ્યુએશન પૂર્ણ કરવામાં એક વિષયમાં એટીકેટી હોય તેવા વિદ્યાર્થીઓની તાકીદે પરીક્ષા લેવાનો સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે અથવા નોકરી મેળવી શકે તે હેતુથી વહેલી તકે પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આગામી ઓગસ્ટ મહિનામાં પરીક્ષા લેવામાં આવશે. ગ્રેજ્યુએશન પૂર્ણ કરવામાં એક વિષયમાં એટીકેટી ધરાવતાં એક હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ ઓગસ્ટ મહિનામાં પરીક્ષા આપી શકશે.’ પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર નિલેશ પટેલે જણાવ્યું હતું કે ‘છઠ્ઠા સેમેસ્ટરના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ઓગસ્ટ મહિનામાં એક વિષયમાં એટીકેટી મેળવનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.’ જેથી વિદ્યાર્થીઓ એક વિષયમાં પાસ થાય તો તેઓને ડીગ્રી મળી જતાં વધુ અભ્યાસ કે નોકરી મેળવી શકશે. તે હેતુથી પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો