તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ RTO ઓફિસમાં ટેકનિકલ ખામી સર્જાતા 1 માસથી કામગીરી ઠપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ RTO ઓફિસમાં ટેકનિકલ ખામી સર્જાતા 1 માસથી કામગીરી ઠપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદઆરટીઓમાં છેલ્લા કેટલાક સમયથી સોફ્ટવેરમાં ખામી સર્જાતા વિતેલા એક માસથી અનેક પ્રકારની કામગીરી અટકી પડી છે. નંબર પ્લેટ, આરસી બુક સહિતના કામો બંધ હોવાના કારણે શહેર સહિત જિલ્લાભરમાંથી આવતા અરજદારોને ધક્કા પડી રહ્યાં છે. બીજી તરફ અધિકારીઓ પણ સર્વ બંધ હોવાનું કહી હાથ ઉંચા કરી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આણંદ આરટીઓમાં નવા સોફ્ટવેર સિસ્ટમ અમલમાં મુકવામાં આવતા છેલ્લા એકાદ માસથી નવા ખરીદ કરેલા વાહન માલિકો પરેશાની ભોગવી રહ્યા છે. સોફ્ટવેરની ખામીના કારણે આણંદ આરટીઓમાં કામ અટકાવી દેવામાં આવ્યાં છે. જેને કારણે દૂર દૂરથી કચેરીમાં આવતા લોકોને ધરમધક્કા થઇ રહ્યા છે અને પોતાની સગવડ માટે ખરીદેલા વાહનના નંબર નહિ મળવાના કારણે માલિકો ડરી ડરી ને વાહનો ફેરવી રહ્યા છે. નંબર પ્લેટ, આરસી બુક સહિતના કામો રોકી દેવામાં આવ્યાં છે.

આણંદ આરટીઓના અધિકારીએ જણાવ્યું હતું કે ‘સોફ્ટવેરની ખામી અંગે એનઆઈસીને જાણ કરી દેવામાં આવી છે, એકાદ અઠવાડિયામાં પ્રશ્ન હલ થઇ જશે તેવી હૈયા ધારણા આપી હતી.’

આરટીઓ કચેરીમાં ટેકનીકલ ખામીના કારણે પ્રજાને પરેશાની.

જિલ્લાના દ્વિચક્રી વાહનમાલિકો નંબર અને RC બુક માટે ધક્કા ખાઈ રહ્યાં છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો