તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકલાવના ગંભીરા ગામ નજીક ચેકડેમ બનાવવા માગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદજિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા અને આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ક્ષારની સમસ્યા વકરી રહી છે. પીવાના પાણીના સ્ત્રોતમાં પણ ક્ષાર ભળી જતાં તે પીવાલાયક રહ્યાં નથી. અંગે ગંભીરા ગામના સરપંચ અમરસંગ પઢિયારે તાજેતરમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક ચેકડેમ બનાવવા માગણી કરી છે.

આંકલાવ તાલુકાના મહીનદીના કાંઠા વિસ્તારમાં આવેલા ગંભીરા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણી માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરિયાનું પાણી મહીનદીમાં સિંઘરોટના આડબંધ સુધી આવે છે, જે પાણી ક્ષારવાળુ હોવાથી જમીનમાં ક્ષાર વધ્યો છે. અગાઉ 1996માં આવેલા પુરના કારણે 250 મીટર વહેણ ગંભીરાની જમીન ધોવાણ થઇ જતાં ભરતી સમયે પાણી ભરાઇ રહે છે. જેથી ગામની નજીકના તમામ કુવા ખારા થઇ ગયાં છે. હાલ ગામના લોકોની હાલત બદતર થઇ ગઇ છે. આડબંધ બન્ને બાજુ બાંધવામાં આવે તો ખારાશના પાણી બંધ થાય તેમ છે. જેના પરિણામે ખેડૂતોની જમીન બગડતી અટકી શકે છે.

1500 એકર જમીન બિનઉપયોગી બની

ગંભીરા અને આસપાસના ગામોમાં મોટા ભાગની જમીન બિન ઉપજાવ થઇ ગઈ છે. હાલ ખારાશના કારણે વિસ્તારની અંદાજીત 1500 એકર જમીનને નુકશાન થયું છે. જેને કારણે બે હજાર પરિવારની જીંદગી પ્રભાવીત થઇ છે. લોકો ખેતીને બદલે પશુપાલ તરફ વળી રહ્યાં છે.

જમીનસુધારવાની

કામગીરી થવી જોઈએ

ગંભીરાગામના સરપંચ અમરસંગ પઢિયારે જણાવ્યું હતું કે અગાઉ આવેલા પૂરને કારણે કેટલીક જમીનોમાં રેતીના થર બાજી ગયાં છે. જમીન રેતાળ બની છે. જ્યાં પહેલા ખેતી થતી હતી. અત્યારે બિન ઉપજાવ થતા મોટા ભાગની જમીન પડી રહી છે. જો સરકાર વિશેષ પેકેજ આપી જમીન ઉપર પથરાયેલી રેતી હટાવવામાં આવે તો ખેતી ફરી જીવંત બની શકે છે.

ગ્રામ પંચાયતે છેવટે ક્ષારયુક્ત પાણીની સમસ્યાના ઉકેલ માટે CM સમક્ષ ધા નાંખી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો