તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • પેટલાદમાં દશનામ ગોસ્વામી સમાજનો સમૂહ લગ્ન યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદમાં દશનામ ગોસ્વામી સમાજનો સમૂહ લગ્ન યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદખેડા જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો 28મો સમૂહલગ્નોત્સવ પેટલાદ ખાતે યોજાયો હતો. પ્રસંગે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

પેટલાદ ખાતે આણંદ ખેડા જિલ્લા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા 28મો સમૂહલગ્ન દાવલપુરા રોડ ખાતે આવેલા અતિથી પાર્ક ખાતે યોજવામાં આવ્યો હતો. સમૂહલગ્નમાં સાત દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. પ્રસંગે દાતાઓ દ્વારા જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ નવદંપતીઓને ભેટ આપવામાં આવી હતી. સમારંભના પ્રમુખ સોમાગીરી પ્રભાતગીરી(રાજકોટ), સી.ડી. પટેલ (માજી મંત્રી, પ્રવાસન અને સહકાર વિભાગ), વિપુલભાઈ પટેલ (ડભોઉ), ચીમનપુરી ગોસ્વામી પ્રમુખ અહલેક દશનામ ગોસ્વામી સમાજ, દિનેશગીરી નારાયણગીરી ગોસ્વામી સહિતના મુખ્ય યજમાન હાજર રહ્યાં હતાં. સમુહલગ્નનું આયોજન સમાજના પ્રમુખ ગોસ્વામી દશરથપુરી ડાહ્યાપુરી, ઉપપ્રમુખ નરેન્દ્રજતી રામજતી ગોસ્વામી, મંત્રી ગોસ્વામી જગદીશગીરી કલ્યાણગીરી સહિત સમિતિએ કર્યું હતું.

ગોસ્વામી સમાજનો સમૂહલગ્નોત્સવ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો