તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ખેડા િજલ્લાની 68 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણીનો ધમધમાટ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા િજલ્લાની 68 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણીનો ધમધમાટ શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડાિજલ્લામાં 68 ગ્રામપંચાયતોમાં તા. 8 મી એપ્રિલ નારોજ સામાન્ય ચૂંટણી યોજાશે. ચૂંટણીનું જાહેરનામું શનિવારે પ્રસિધ્ધ થતાંની સાથે ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક રાજકરણમાં ગરમાવો આવી ગયો છે. સરપંદપદના ઉમેદવાર તેમજ પોતાની પેનલમાં વોર્ડના સભ્યપદ માટે કયા ઉમેદવારને ઉભો રાખવાથી જીત થાય તે અંગેના ઉમેદવારથી શોધખોળ શરૂ થઇ ગઇ છે. જેથી ગામોમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે.

ખેડા િજલ્લાના 68 ગામોમાં તા. 8 એપ્રિલના રોજ સવારે 8 થી સાંજના 5 કલાક સુધી ચૂંટણી યોજાશે. ચૂંટણી માટેનું શનિવારે જાહેરનામું બહાર પડયું હતું. અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી 23 માર્ચ સુધી છે. 24મી માર્ચે ઉમેદવારીપત્રની ચકાસણી, 25મીએ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. જિલ્લાના નડિયાદ સિવાય અન્ય 9 તાલુકાના ગામોમાં ચૂંટણી યોજાશે. જેમાં માતર તાલુકાના 13 ગામમાં, ખેડાના 10, મહેમદાવાદમાં 1, મહુધામાં 4, કપડવંજ તાલુકામાં 2, ઠાસરામાં 19, ગળતેશ્વરમાં 13 અને વસો તાલુકામાં 2 ગામોની સામાન્ય ચૂંટણી યોજાશે. ચૂંટણી અંગેની ચૂંટણી વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઇ છે. સોમવાર થી ચૂંટણી માટેના ઉમેદવારીપત્ર ભરવાનો ધમધમાટ શરૂ થઇ જશે.

આણંદ જિલ્લાના 32 ગામડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ફોર્મ ભરવાના પ્રથમ દિવસે વલાસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક ફોર્મ ભરાયું છે. ચૂંટણીમાં આણંદ, ઉમરેઠ અને આંકલાવના ગામડાંનો સમાવેશ થાય છે. આણંદ તાલુકાના નાવલી, નાપાડ તળપદ, વાસદ, રાજુપુરા, સાદાનાપુરા, અજરપુરા, વઘાસી, મોગર, અજુપુરા, ત્રણોલ, મોગરી, ગાના, ખંભોળજ, ખાનપુર, ખાંધલી, વલાસણ, રાવળાપુરાનો સમાવેશ થાય છે. તેવી રીતે ઉમરેઠના ધોળી, પરવટા, પણસોરા, ઉંટખરી, ઝાલા બોરડી, સરદારપુરા, ભરોડા, હમીદપુરા, દાગજીપુરા, સૈયદપુરા, વણસોલ, ખાંખણપુરા અને આંકલાવના નાની સંખ્યાડ, મોટી સંખ્યાડ અને કંથારીયા ગામે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે.

આણંદમાં 32 ગામડામાં ગ્રા.પંચાયતની ચૂંટણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો