તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદજિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2012થી અત્યાર સુધીમાં કુલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદજિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2012થી અત્યાર સુધીમાં કુલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આણંદજિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2012થી અત્યાર સુધીમાં કુલ 94 હજાર ઉપરાંત શૌચાલય બન્યાં છે. છતાં સ્થિતિમાં કોઇ ફેરફાર જોવા મળતો નથી. આજે પણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખુલ્લામાં શૌચ માટે જાય છે. બીજી તરફ તંત્રએ શૌચાલય પાછળ 8122.22 લાખનો ખર્ચ કરી માત્ર કાગળ પર કામગીરી દર્શાવી હોવાનું બહાર આવ્યું છે. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શૌચાલયના નામે મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાત નવીન નથી રહી. જિલ્લાના 365 ગામડાંમાં 2012ના સર્વે પ્રમાણે 97,429 પરિવારો શૌચાલય વિહોણા હતાં. આથી, તંત્રએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ધડાધડ શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરી હતી અને હાલમાં કાગળ પર 94,739 શૌચાલય બનાવી દીધાંનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ કામમાં નર્યો વેઠ હોય તેવું હાલના ગામડાંની સ્થિતિ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાના અનેક ગામડાંમાં શૌચાલયના નામે માત્ર ખોખા ઊભા કરવામાં આવ્યાં છે. શૌચાલય બનાવતી એજન્સી હોય કે તંત્ર હોય. બધા મિલિભગતથી ગરીબ પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવ્યાં છે. કેટલાંક શૌચાલયમાં પાણીની ટાંકી નથી, તો ક્યાંક દરવાજાના હાલ બેહાલ છે. સૌથી મહત્વની બાબત છે કે સેંકડો શૌચાલય એવા છે કે જેના શૌચખાડાં નથી બનાવ્યાં. સીધું ચણતર કરી પુરેપુરી રકમ ઉધારી લીધી છે. જેને કારણે શૌચાલય બીન ઉપયોગી બન્યાં છે.

શૌચાલય કૌભાંડમાં બોરસદના ગામડાંમાં ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં માત્ર કાગળ પર શૌચાલય બન્યાંનો ઘટસ્ફોટ થતાં તલાટી સહિત 11 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. જોકે, તેમાં મોટા અધિકારીઓને શા માટે બચાવી લેવામાં આવ્યાં ? તે મોટો પ્રશ્નાર્થ હજી પણ નાના કર્મચારીને સમજાતો નથી.

તલાટી સહિત 11 કર્મચારી સસ્પેન્ડ થયાં હતાં

તાલુકો બાકી બનેલા ખર્ચ

આણંદ19,48019,480 1036.98

ઉમરેઠ7,7126,782 672.36

બોરસદ19,63319,633 1930.24

આંકલાવ11,31711,397 1091.89

પેટલાદ15,37215,372 1491.28

સોજિત્રા4,8274,827 504.93

ખંભાત10,4378,597 808.89

તારાપુર8,6518,651 585.65

કુલ97,42994,739 8122.22

(રકમલાખમાં)

શૌચાલય કૌભાંડમાં સૌથી મહત્વની ભૂમિકા વચેટિયાઓ નિભાવી રહ્યાં છે. લાભાર્થીઓ પાસેથી પહેલા પૈસા લઇ લે છે, પછી નાણાનો ચેક આપે છે. જોકે, તેમ કરવામાં કોઇ આનાકાની કરે તો તુરંત તલાટી સ્થળ પર આવી શૌચાલય નીયમ મુજબ બન્યું નથી. તેમ કહી સહાય અટકાવી દે છે.

શૌચાલયના કામમાં વચેટિયા માલામાલ

આણંદમાં 94 હજાર શૌચાલય બન્યાં, સ્થિતિ ‘જૈસે થે જ’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો