તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • બોરસદમાં ગેરકાયદે કોમ્પ્લેકસ તોડી પાડવાનો હુકમ યથાવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસદમાં ગેરકાયદે કોમ્પ્લેકસ તોડી પાડવાનો હુકમ યથાવત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરસદશહેરના સૂર્યમંદિર ટીપી સ્કીમ નં. 2માં એક મિલકતદારે એગ્રીકલ્ચરલ બનાવવા માટેની પરવાનગી લઇ તેનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે વાણિજય કોમ્પ્લેકસ ઉભુ કરી દુકાનો લીઝ પર આપી દીધી હતી. જે અંગે શહેરના આગેવાને કલેકટરમાં રજુઆત કરી હતી. કલેકટરે ગેરકાયદેસર બાંધકામ કોમ્પ્લેકસને તોડી પાડવાનો હુકમ કર્યો હતો. જે બાબતે મિલકતદારે મહેસુલ વિભાગમાં રિવીઝન અરજી કરતા મહેસુલ વિભાગના નિયામકે તમામ પુરાવા તપાસ્યા બાદ અરજદારની અરજી ના મંજુર કરીને કલેકટરનો હુકમ માન્ય રાખ્યો છે.

બોરસદ શહેરની સૂર્યમંદિર પાસે ટીપી સ્કીમ 2માં ફાઈનલ પ્લોટ 115વાળી જમીનમાં જમીન માલિક નટુભાઈ અંબાલાલ પટેલે 2014માં એગ્રીકલ્ચરલ ગોડાઉન બનાવવા માટે પરમિશન લીધી હતી. તેમ છતાં નટુભાઈએ બિનખેતીવાળી જમીનનો શરત ભંગ કરીને કોમ્પ્લેકસ બાંધીને દુકાનો પાડી ભાડે વેચાણ આપી હતી.

જે અંગે દુષ્યંતભાઈ પટેલે કલેકટરમાં રજુઆત કરી હતી. જેથી કલેકટરે તમામ તપાસ કરી પક્ષકારોને સાંભળ્યા બાદ ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની 10-10-16ના રોજ હુકમ કર્યો હતો. ત્યારબાદ અરજદાર નટુભાઈ પટેલે અમદાવાદ મહેસુલ વિભાગમાં રિિવઝન અરજી દાખલ કરી કલેકટરના હુકમ સામે મનાઇની માંગણી કરી હતી. જે અંગે મહેસુલ વિભાગ અમદાવાદના સચિવ વિનય વ્યાસાએ પક્ષકારોની રજુઆત અને તમામ પુરાવાને ધ્યાને લઇ અરજદારને રિિવઝન અરજી28-2-17ના રોજ ના મંજુર કરીઅને કલેકટરના હુકમને કાયમ રાખવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો