તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદમાં યુ.સી. કોર્પોરેશન નામે ઓફિસ ખોલી યુવકો સાથે છેતરપિંડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદમાં યુ.સી. કોર્પોરેશન નામે ઓફિસ ખોલી યુવકો સાથે છેતરપિંડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદશહેર સ્થિત કિશોર પ્લાઝામાં મહિના પહેલાં યુસી કોર્પોરેશન નામે ઓફિસ ખોલીને પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવવાના કોન્ટ્રાક્ટ હેઠળ છેતરપિંડી આચરવાના ગુનામાં આણંદ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ઠગ દંપત્તિના જીટોડિયા ખાતેના મકાનમાંથી 10,700 જેટલાં ચૂંટણી કાર્ડ મળી આવ્યા હતા. ચૂંટણી કાર્ડની ખરાઈ માટે કલેક્ટરનો અભિપ્રાય લેવા મોકલી આપવામાં આવશે. નોંધનીય બાબત તો છે કે, દંપત્તિ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

મૂળ છોટા ઉદેપુરના અને છેલ્લાં મહિના અગાઉ જીટોડિયા ખાતે રહેતા રાજન જગન રાઠવા અને તેની પત્ની કોકિલા રાજન રાઠવા દ્વારા આણંદના કિશોર પ્લાઝામાં યુસી કોર્પોરેશન નામે ઓફિસ ખોલીહતી. તેમણે યુવક-યુવતીઓને નોકરી પર રાખીને પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવી આપવાનો સર્વે કરાતો હતો. લોકો પાસેથી નાણાં તેમજ તેમના ડોક્યુમેન્ટસ લઈ તેઓએ યુસી કોર્પોરેશનમાં જમા કરાવ્યા હતા. જોકે, મહિના થવા આવ્યા હોવા છતાં પણ કંપનીમાંથી તેમનો પગાર થતાં યુવકોએ અંગેની ફરિયાદ આણંદ શહેર પોલીસ સ્ટેશને નોંધાવી હતી. બીજી તરફ દંપત્તિ દ્વારા 31 કરોડના બે બનાવટી ચેક બંગાળની એક કંપનીના નામથી બેંકમાં જમા કરાવયા હતા. જોકે, ચેક ડમી હોવાનું બહાર આવતા બેંક મેનેજર દ્વારા આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. બંને ફરિયાદ પ્રકાશમાં આવતા દંપત્તિ ફરાર થઈ ગયું હતું. પોલીસે તેમને શોધી કાઢવા માટે જીટોડિયા તેમજ છોટા ઉદેપુર ખાતે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો