તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વિદ્યાનગરમાં ધો.10ની પરીક્ષા આપનાર છાત્રની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાનગરમાં ધો.10ની પરીક્ષા આપનાર છાત્રની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરસ્થિત આરપીટીપી સ્કૂલમાં સવારના એસએસસીની ગણિત વિષયની પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે બપોરના 12.30 કલાકે બ્લોક નંબર 28માં પરીક્ષા આપી રહેલા રિપીટર વિદ્યાર્થી પિયુષ પરબતભાઇ રાઠોડને એકાએક ખેંચ આવતાં બેન્ચીસ પર ઢળી પડ્યા હતા. જેથી સંચાલક સંજયભાઇ સુથારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાન બોલાવીને પિયુષ રાઠોડને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પિયુષ રાઠોડ વિદ્યાનગરની એમ.યુ.પટેલ ટેક્નિકલ સ્કૂલનો રિપીટર વિદ્યાર્થી હતો. શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાંથી પિયુષ રાઠોડને તેના વાલી દ્વારા અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ગળતેશ્વરના મેનપુરામાં ધો.10માં ગણિત વિષયની પરીક્ષામાં ચોરી કરતાં એક વિદ્યાર્થી પડકાયો હતો. વિદ્યાર્થી ડર વિના બેંચીસ પર ચિઠ્ઠી મૂકી પ્રશ્નના ઉત્તર લખતો હતાે.આ સંદર્ભે મેનપુરા શારદામંિદર હાઇસ્કૂલના પરીક્ષા સ્થળસંચાલક એ.સી. પટેલે જણાવ્યું હતું કે, ધો.10 ની સોમવારે ગણિત વિષયની પરીક્ષા હતી. પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થઇ હતી. શાળાના બ્લોક નં 60 માં પરીક્ષા આપી રહેલા રિપીટર વિદ્યાર્થી બેંચીસ પર ચિઠ્ઠી મૂકી ને લખતાે હતો. વિદ્યાર્થીને ચિઠ્ઠીમાંથી લખતાં રંગેહાથ બ્લોક સુપરવાઇઝરે ઝડપી પાડયો હતો. તેની પાસેથી ચિઠ્ઠી પણ કબ્જે લેવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થી સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો.

ગળતેશ્વરના મેનપુરામાં ચિઠ્ઠીમાંથી લખતાં રિપીટર પરીક્ષાર્થી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો