જીટોડીયામાં સ્વભંડોળથી પાણીનું ટેન્કર અર્પણ
આણંદ નજીક જીટોડીયા ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા પંચાયચ સિંચાઇ વિભાગમાં રજૂઆત કરી હતી.જેથી જિલ્લા પંચાયતના સિંચાઇ સમિતિના ચેરમેન રાજુભાઇ તાંત્રીકે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી શુધ્ધ પીવાના પાણી ટેન્કર ખરીદીને જીટોડીયા ગ્રામ પંચાયતને અર્પણ કરી હતી.ઉપ સરંપચ રમેશભાઇ,તાલુકા પંચાયતના સભ્યરંજનબેન પટેલ,રાજેશકુમાર સોઢા પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતાં.