વાસદ-ઉમરેઠ-ડાકોર માર્ગ 3 દિવસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે
ડાકોરને જોડતા આણંદ જિલ્લાના માર્ગો પર પૂનમમાં બે દિવસ અગાઉ યાત્રિકો ચાલી જતી હોય છે. ત્યારે કોઇ અકસ્માતના સર્જાય તે માટે આણંદ કલેકટર ડો ધવલ પટેલ દ્વારા ડાકોરને જોડતા માર્ગો પર પાંચદિવસ માટે વાહન માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
આથી 2જી માર્ચથી વાસદ ચોકડીથી સારસા, ખંભોળજ, ઓડ, ઉમરેઠ થઇ ડાકોર તરફ આવતા મોટા વાહનો, ભાલેજ ચોકડી, લીંગડા, ઉમરેઠ થઇ ડાકોર તરફ આવતા મોટા વાહનો અને ઉમરેઠ ત્રણ રસ્તાથી ડાકોર તરફના માર્ગો ઉપરથી પસાર થતાં માલવાહક ભારે વાહનોને પસાર થવા પ્રતિબંધ ફરમાવેલ છે. આ પ્રતિબંધ મૂકવામાં આવેલ વાહનોની અવર-જવર માટે વાસદ ચોકડી, ઓડ, ઉમરેઠ થઇ ડાકોર તરફ આવતા મોટા વાહનો આણંદ હાઇવે ચોકડી થઇ આગળ જશે, ભાલેજ ચોકડીથી ડાકોર તરફ આવતા વાહનો ભાલેજ ચોકડીથી ચકલાસી રોડ થઇ હાઇવે તરફ આગળ જશે. જ્યારે ઉમરેઠ ત્રણ રસ્તાથી ડાકોર તરફ જતા વાહનો ઓડ, સારસાના માર્ગે આગળ જઇ શકશે. પણસોરા ચોકડી, અલીણા ચોકડી, મહીસા થઇ લાડવેલ ચોકડી તરફ જતાં-અવાતાં વાહનો ઉપર તા. ૨/૩/૧૮ સુધી પ્રતિબંધ ફરમાવેલ છે. આ પ્રતિબંધિત કરવામાં આવેલ માર્ગના બદલે વાહન ચાલકોએ પણસોરા ચોકડીથી અલીણા ચોકડી થઇ મહીસા, લાડવેલ ચોકડી તરફ જતા વાહનો પણસોરા ચોકડીથી નડીઆદ-સલુણ એકસપ્રેસ વે અથવા નડીઆદ શહેરમાં થઇ આગળ જઇ શકશે.