• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પાધરીયાના રહીશો 8 દિ’થી છતે પાણીએ તરસ્યાં રહ્યાં

પાધરીયાના રહીશો 8 દિ’થી છતે પાણીએ તરસ્યાં રહ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનાપાધરીયા વિસ્તારના રહીશો છેલ્લાં આઠ દિવસથી પાણી વિના ટળવળી રહ્યા છે. મામલે સ્થાનિકો દ્વારા કલેક્ટર કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. પાણી ઉપરાંત રોડની સુવિધાથી પણ છેલ્લાં ત્રણ માસથી સ્થાનિકો વંચિત છે પરંતુ અંગે આણંદ નગર પાલિકા દ્વારા સતત આંખ આડા કાન કરવામાં આવે છે.

અંગે સ્થાનિક રહેવાસી રાજેશભાઈ મેકવાને જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંય સમયથી અહીં પાણીનો ફોર્સ હોતો નથી. આઠ દિવસથી પાણી આવતંુ નથી. અા વિસ્તારમાં જગ્યાની ફાળવણી કરીને અહીં ટાંકી બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. પરંતુ બાબત ધ્યાને ધરાતી નથી. સિવાય, પાધરીયા ખાતે તમામ સોસાયટીઓની પાણીના સપ્લાય માટેની પાઈપ બદલવામાં આવે તેમજ પાણીની ટાંકીની જે વ્યવસ્થા કરવામાં આવે તેનું પાણી વિસ્તારના લોકોને આપવામાં આવે. ઉપરાંત વિસ્તારમાં સોસાયટીનું પ્રમાણ વધુ હોય અલગ-અલગ સમયે એક-એક કલાક પાણી આપવામાં આવે તેવી પણ માંગ છે.

નોંધનીય છે કે, વિસ્તારમાં છેલ્લાં 25 વર્ષથી રોડની કામગીરી પણ થઈ નથી. ઉબડ-ખાબડ રસ્તાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદના સમયમાં તો વિસ્તારમાં સખત કાદવ-કીચ્ચડનું સામ્રાજ્ય સર્જાર્યું હતું. પરંતુ તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. રોડ બનાવવા માટેની ખાતરી આપી હોવા છતાં પણ હજુ સુધી અહીં રોડ બનાવવામાં આવ્યો નથી. ત્રણ સ્કૂલો અને એક ચર્ચ આવેલું હોય અહીં સ્થાનિક રહેવાસીઓને અવર-જવર કરવામાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. જોકે, આમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ નહીં

હજુ સુધી રોડનું કામ શરૂ કરાયું નથી

અન્ય સમાચારો પણ છે...