• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ડભાસી નજીક ટેન્કરે પલ્ટી ખાતાં લોકોની કેરોસીન લેવા પડાપડી

ડભાસી નજીક ટેન્કરે પલ્ટી ખાતાં લોકોની કેરોસીન લેવા પડાપડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદરોડ સ્થિત ડભાસી ગામ પાસે વડોદરાથી પાલીતાળા તરફ જઈ રહેલા 12 હજાર લિટર કેરોસીન ભરેલા ટેન્કરે પલ્ટી ખાધી હતી. બનાવ શુક્રવારે બપોરે બન્યો હતો. બનાવને પગલે લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિકોએ કેરોસીન લેવા માટે રીતસરની લૂંટ ચલાવી હતી. જોકે, બીજી તરફ બોરસદ શહેર પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેણે મામલો થાળે પાડ્યો હતો. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

વડોદરા રિફાઈનરીમાંથી 12 હજાર લિટર કેરોસીન ભરીને ટેન્કર લઈને ટેન્કરનો ચાલક કમલેશ પાલીતાળા જવા માટે નીકળ્યો હતો. બપોરે ત્રણ કલાકની પાસે તે બોરસદ રોડ સ્થિત ડભાસી ગામ પાસે પહોંચ્યો હતો ત્યારે એક ટ્રકના ચાલકે તેને ઓવરટેક કર્યો હતો. રસ્તા પર ખાડા વધારે હોય ટેન્કરના ચાલકે કાબુ ગુમાવ્યો હતો. અને તેને કારણે તેની ટેન્કર પલ્ટી ખાઈ ગઈ હતી. બનાવમાં ટેન્કરના ચાલકને શરીરના ભાગે વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા થઈ હતી. જોકે, ટેન્કર પલ્ટી ખાઈ ગઈ હોવાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકો બોટલથી લઈ ડોલ તેમજ અન્ય વાસણ લઈને ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તેઓએ કેરોસીનની રીતસરની લૂંટ આચરી હતી. અંગેની જાણ સ્થાનિક પોલીસને થતાં તેઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેમણે તમામ ટોળાંને વિખેરી નાંખ્યા હતા. બીજી તરફ ટેન્કરના ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

ટેન્કરચાલક કણસતો હતો ત્યારે ગ્રામજનોએ કેરોસીન માટે ધક્કામુક્કી કરી હતી.

સદનસીબે બનાવમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહીં

કોઈએ ઈજાગ્રસ્ત ચાલકને મદદ કરવાની પણ પરવા કરી

અન્ય સમાચારો પણ છે...