• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કરમસદ અરુણોદય સોસાયટીમાં ભૂવાનું સમારકામ કરતાં રોષ

કરમસદ અરુણોદય સોસાયટીમાં ભૂવાનું સમારકામ કરતાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરમસદનગરપાલિકાની હદમાં વિદ્યાનગર માર્ગ પર આવેલ અરુણોદય સોસાયટીના મુખ્ય માર્ગ પર વીસ દિવસ અગાઉ મોટો ભૂવો પડી ગયો હતો. પરંતુ પાલિકાતંત્ર દ્વારા માત્ર માટીપુરાણ કરીને કામચલાઉ ભૂવા પુરવામાં આવતાં પુન: ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે. અંગે પાલિકાતંત્રમાં રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી. જેથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

કરમસદ અરુણોદય સોસાયટી અને આસપાસની સોસાયટીને જોડતા મુખ્ય રોડમાં ભૂવો પડી ગયો છે. ઉપરાંત ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. જે તે સમયે માર્ગ બનાવતી વખતે કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે સામાન્ય વરસાદે પણ ઠેર-ઠેર ખાડા પડી ગયા અને પ્રવેશવાના માર્ગ પર મોટો ભૂવો પડી ગયો છે.

કરમસદ પાલિકાના પ્રમુખ નિલેશ પટેલે જણાવ્યું હતું કેે ‘અરુણોદય સોસાયટીના માર્ગ પર પડેલ ભૂવા પુરવા તથા ખાડાઓનો સમારકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અને તાત્કાલિક ત્રણ દિવસ બાદ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવશે.’

છેલ્લા વીસ દિવસથી મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડ્યો છે

ટુંક સમયમાં રોડ અને ભૂવાનું સમારકામ કરાશે

અન્ય સમાચારો પણ છે...