• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના છાત્રો રાજ્યકક્ષાની સ્પર્ધામાં અગ્ર

જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના છાત્રો રાજ્યકક્ષાની સ્પર્ધામાં અગ્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોગરીસ્થિત અનુપમ મિશન પ્રેરિત યોગી વિદ્યાપીઠની વિદ્યાશાખા જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની વિવિધ રમતોમાં પસંદગી પામવા સાથે શ્રેષ્ઠ દેખાવ કરી વિજેતા બન્યાં છે.

ગુજરાત રાજ્ય યુવકસેવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ઉમરગામ તાલુકાના નાગરોલ ગામની વડિયા ટાટા હાઇસ્કૂલમાં યોજાયેલ રાજ્યકક્ષાની અંડર 14 જૂડો ચેમ્પિયનશીપમાં જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી હેત્વી ઠાકોર અને પુનિત પરમારે જૂડો રમતમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું.

ઉપરાંત શાળાના ધો.8ના વિદ્યાર્થી કર્તવ્ય પટેલની રાજ્યકક્ષાની કબડ્ડી ચેમ્પિયનશીપ માટે પસંદગી કરવામાં આવી હોવાનું કોચ ચિરાગ પટેલે જણાવ્યું હતું.

આણંદ જિલ્લા રમતગમત અધિકારી દ્વારા આસોદર ગામે યોજાયેલી જિલ્લાકક્ષાની અંડર 14 ગૃપની કબડ્ડી સ્પર્ધામાં આણંદ તાલુકાની ટીમ ઉપવિજેતા થઇ હતી. જેમાં જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના સાત છાત્રોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આણંદ તાલુકાને વિજેતા બનાવ્યો હતો.

સાત વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

અન્ય સમાચારો પણ છે...