ચરોતરના 9 મામલતદારની બઢતી સાથે બદલી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદખેડા જિલ્લાના નવ મામલતદારોની બદલીઓ સાથે બઢતી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. અધિકારીઓમાં મામલતદાર સંવર્ગમાંથી નાયબ કલેકટર અને પુરવઠા અધિકરી તથા નાયબ ચૂંટણી અધિકારી સંવર્ગમાં બદલી કરાઇ છે. નવમાં આણંદ જિલ્લામાંથી 5 અને ખેડા જિલ્લાના 4 અધિકારીઓનો સમાવેશ થાય છે.

સમગ્ર રાજ્યમાં મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેની વિગતો જોવામાં આવે તો, પેટલાદના એમ.આર.બ્રહ્મભટ્ટની જિલ્લા પુરવઠા અધિકારી, વડોદરા, કપડવંજના આઇ.એચ.પંચાલની નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર, ખેડાના જનસંપર્ક અધિકારી જે.સી.પંડ્યાની નાયબ કલેક્ટર મ.ભો.યોજના મ્યુ.કો.અમદાવાદ, ખેડાના અેમ.આર.પ્રજાપતિની નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વડોદરા, ઉમરેઠના મામલતદાર સી.વી.પટેલની નાયબ જિલ્લા ચૂંટણી અધિારી સુરત ખાતે બદલી કરાઇ છે. જયારે આણંદ ગ્રામ્યના એલ.એ.પટેલની પ્રાંત અધિકારી ખંભાત, સોજિત્રાના બી.બી.મોડિયાની નાયબ જિલ્લા ચૂંટણી અધિારી નર્મદા, મહેમદાવાદના મામલતદાર એ.વી.દવેની ખાસ જમીન સંપાદન અધિકારી સરદાર સરોવર નડિયાદ ખાતે બદલી કરાઇ છે. જયારે આર.પી.જોષી ખંભાતના મામલતદારની જિલ્લા પુરવઠા અધિકારીજામનગર બદલીથઇ છે. આમ જિલ્લામાં આવેલા નવ મામલતદારોની બદલીઓ અન્ય સ્થળે બઢતી સાથે કરવામાં આવી છે. તેમજ તેઓની ખાલી જગ્યા પર નિમણૂંક આપવામાં આવી નથી. જેથી જગ્યા પર અન્ય નાયબ મામલતદારોને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આણંદના 5, ખેડાના 4 મામલતદારનો સમાવેશ

અન્ય સમાચારો પણ છે...