• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ જૂના બસ સ્ટેન્ડમાં અેસટી બસ લઇ જતાં મુસાફરો પરેશાન

આણંદ જૂના બસ સ્ટેન્ડમાં અેસટી બસ લઇ જતાં મુસાફરો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરમાં નવુ અને જૂનુ બે બસસ્ટેશન આવેલા છે. જે તે સમયે બે બસસ્ટેશન બનતાં નિર્ણય લેવાયો હતો કે નવા બસસ્ટેશનમાંથી દોડાવવામાં આવતા તમામ એસટી રૂટો જૂના બસસ્ટેન્ડમાંથી અપ-ડાઉન બંને વખતે લઇ જવાના રહેશે. તેમ છતાં કેટલાક ડ્રાઇવર-કંડકટર જૂના બસસ્ટેશનમાં બસ લઇ જતાં નથી. જેના કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડે છે.

આણંદ નવા બસસ્ટેન્ડમાંથી ભાલેજ, પણસોરા, ઓડ, કાસોર વગેરે ગામોમાં એસટી બસો દોડાવવામાં આવે છે. પરંતુ કેટલાક ડ્રાઇવર-કંડકટરો નવા બસસ્ટેન્ડમાંથી સીધા રૂટ દોડાવે છે. અને જૂના બસસ્ટેન્ડમાં લઇ જતાં નથી. જેના કારણે જૂના બસસ્ટેન્ડમાં બસની રાહ જોઇને ઉભેલા મુસાફરો બસ આવતાં રઝળી પડે છે. તો વળી રીટર્નમાં પણ બસ જૂના બસસ્ટેન્ડમાં લઇ જતાં મુસાફરોને પાયોનિયર ચોકડી નજીક ઉતરી જવું પડે છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને રેલવેમાં ટ્રેન પકડવા માટે રિક્ષાઓનો સહારો લેવો પડતાં નાણાં વેડફાય છે. તેમ છતાં સમયસર પહોંચતાં ટ્રેન ચૂકી જતાં દિવસ પડતાં એક દિવસનો પગાર ગૂમાવવો પડે છે. અંગે એસટી ડેપોમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી. જેને કારણે મુસાફરોમાં રોષ જોવા મળે છે.

ડ્રાઇવર-કંડકટરની મનમાનીથી મુસાફરો પરેશાન

^ભાલેજતરફના ગ્રામ્ય વિસ્તારોમાં દોડતા એસટી બસના ચાલક અને કંડકટર જાણી જોઇને જૂના બસસ્ટેશનમાં બસ લઇ જતાં નથી. અંગે મુસાફરોએ રજૂઆત કરે તો ડ્રાઇવર-કંડકટર મનફાવે તેવો જવાબ આપે છે. ડ્રાઇવર-કંડકટરની મનમાની મુસાફરોને ટ્રેનનું કનેકશન મેળવવા માટે દોડાદોડ કરવી પડે છે. > સી.એચ. પટેલ, મુસાફર

એસટી વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે

^એસટીબસો જૂના બસસ્ટેશનમાં લાવતાં ડ્રાઇવર-કંડકટરો અંગે એસટી વિભાગના અધિકારીઓને રજૂઆત કરાઇ છે. તેમ છતાં કોઇ પગલાં લેવાતાં ડ્રાઇવર-કંડકટરો મનમાની કરી રહ્યા છે. > વી.યુ. પરમાર, મુસાફર

હાલાકી | ભાલેજ તરફની બસો નવા બસસ્ટેન્ડમાંથી સીધી દોડાવે છે

અન્ય સમાચારો પણ છે...