તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ખડોધીમાં માથાભારે ઇસમોએ રસ્તો બંધ કરતાંં લોકોને હાલાકી

ખડોધીમાં માથાભારે ઇસમોએ રસ્તો બંધ કરતાંં લોકોને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતતાલુકાના ખડોધી ગામની સીમમાં પરાં વિસ્તારમાં કેટલાક પરિવારો રહે છે. પરિવારોને અવરજવર માટે ખડોધીથી ધુવારણ રોડને જોડતો મુખ્ય રોડને જોડતો રસ્તો કોર્ટ કેસની અદાવતમાં માથાભારે ઇસમે બંધ કરી દેતાં કેટલાક પરિવારોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડે છે. અંગે તાલુકા વિકાસ અધિકારી, ગ્રામપંચાયત, જિલ્લા કલેકટરને રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. તેથી રહીશો પરેશાન થઇ રહ્યા છે.

ખડોધી ગામની સીમમાં પરાં વિસ્તારમાં 15થી વધુ ગોહેલ પરિવારો રહે છે. પરિવારોની અવરજવર માટે રસ્તો ફાળવવામાં આવેલ છે. જેથી પંચાયતમાં પણ નોંધ થયેલ છે. પરંતુ વિસ્તારમાં રહેતાં બે ઇસમો વચ્ચે ઝઘડો થતાં કોર્ટ કેસ ચાલે છે. તે બાબતની રીસ રાખીને એક ઇસમે રસ્તો બંધ કરી દીધો છે. જેના કારણે 15 કુટુંબના રહીશોને બહાર નીકળવા માટે બીજો કોઇ રસ્તો હોવાને કારણે ઘણી મુશ્કેલીઓ પડે છે. બાળકોને સ્કૂલે જવા માટે ખેતરમાંથી બહાર પડવું પડે છે. જે અંગે રસ્તો બંધ કરનારને રજૂઆત કરવા છતાં તે માનતો નથી. તેથી રહીશો પરેશાન થઇ રહ્યા છે.

રજૂઆત છતાં કોઇ પરિણામ આવતું નથી

ખડોધીસીમ વિસ્તારમાં રહેતાં ઘનશ્યામસિંહ રામસિંહ ગોહેલે જણાવ્યું હતું કે ‘રસ્તાનો પ્રશ્ન કેટલાય સમયથી અટવાયો છે. અંગે ખંભાત રુરલ પોલીસ, જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઇ પરિણામ આવ્યું નથી. તેના કારણે રહીશો પરેશાન થઇ ગયા છે.’

કૌટુંબિક પ્રશ્ન હલ કરવા માટે પ્રયત્નો કર્યા હતા

ખડોધીગામના સરપંચ કાળીદાસભાઈ રામસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ‘પરાં વિસ્તારમાં એક પરિવારના કુટુંબો રહે છે. પરંતુ કૌટુંબિક ઝઘડાને કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી અમે બંને પરિવારોને પંચાયતમાં બોલાવી પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ માનતા નથી.’

અન્ય સમાચારો પણ છે...