તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખું સંશોધન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદપાસેની કરમસદ સ્થિત રાયનો મશીન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સંચાલિત એસઈ ફાઉન્ડેશનમાં આઈટીઆઈનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હવા અને અવાજ પ્રદુષણ ઓછું કરતો ઈકોફ્લેક્સ નામનો રોબોટ બનાવ્યો છે. પીપળાવના વિદ્યાર્થી ચિંતન પટેલ દ્વારા સફળતાપૂર્વક રોબોટને છેલ્લાં બે વર્ષની સખત મહેનત બાદ તૈયાર કરાયો છે. વર્ષ 2015-16ની પ્રથમ સ્વીસમેમ ટ્રેનિંગ મોડ્યુલ જેને સ્કીલ સોનિક દ્વારા પ્રમાણિત કરાઈ છે તેનો સમાપન સમારોહ કરમસદ સ્થિત રાઈનો મશીન્સ પ્રા.લિ. ખાતે કંપનીના માલિક મનીષભાઈ કોઠારી અને વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયો હતો. અંગે વાત કરતા મનીષભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, એસીઈ ફાઉન્ડેશન જે એમએસએમઈ, એનએસડીસી અને સ્કીલસોનિક સાથે ભાગીદારીમાં છે. ફાઉન્ડેશન દ્વારા આધુનિક મશીનોની તાલીમ મશીનો દ્વારા આપવામાં આવે છે. તાજેતરમાં તેની પ્રથમ બેચની તાલીમ સફળ રીતે પૂર્ણ થતાં ઊજવણી કરાઈ હતી. અહીં આવતા વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારનું ઉચ્ચ જ્ઞાન મેળવ્યું નથી. કોઈક ખેડૂતપુત્ર, માળી, દુકાનદાર, બસ કન્ડક્ટર, કડિયા કે પછી કોઈ કારીગરનો પુત્ર છે. તેઓ ધો. 10 પાસ કે આઈ.ટી.આઈ. પાસ છે. પરંતુ તેમને વિશિષ્ટ તથા કડક તાલીમ આપી તૈયાર કરાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આણંદ-ખેડાની આસપાસના ગામમાંથી આવે છે. તેઓને ઈલેક્ટ્રીકલ ફીટર,મિકેનિકલ ફિટર, એસેમ્બલ, પેનલ વાયરીંગ, વેલ્ડીંગ, ગેસ કટર,ની વિશિષ્ટ તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. અહીં જે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે તે ટ્રેનિંગ આઈટીઆઈ જેવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી નથી. અહીં તેમને મશીન સાથે કેવી રીતે કામ કરવું તેનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

રોબોટ બનાવવા માટે વિદ્યાર્થીએ મહેનત કરી હતી

રાષ્ટ્રપતિ ભવન ખાતે રજૂ કરાયેલા સંશોધનો પૈકીનું એક

માર્ચ2016માં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલાં મોટા તકનિકી સંશોધન પૈકીનો રોબટ એક હતો. રોબોટ ઈકોફ્લેક્સ અવાજ અને વાયુનુ પ્રદુષણ ઓછું કરે છે. તેની વિશેષ કામગીરીને કારણે એક નાના શહેરથી નવી દિલ્હી સુધી ટેક્નોલોજિની એક નીવ ઊંચાઈ સર કરી હતી. નોંધનીય બાબત તો છે કે, કંપનીને હાલમાં રોબોટના જલંધર સહિત બે નવા ઓર્ડર પણ મળી ચૂક્યા છે.

આઈટીઆઈના વિદ્યાર્થીએ પ્રદુષણ ઓછું કરતો રોબોટ બનાવ્યો

ફરજીયાત અંગ્રેજીમાં બોલવાનું

ચાલુ ઉદ્યોગ તેમજ ભવિષ્યની સતત બદલાતી જરૂરીયાતોને અનુલક્ષીને સ્કીલસોનિક યુવાનોને ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપવામાં આવે છે. તે સ્વીટ્ઝલેન્ડમાં ભણાવાય છે તે છે. તેના કારણે અહીં પાયાથી લઈ ઉદ્યોગોમાં વપરાતું અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ફરજીયાત અંગ્રેજીમાં બોલવાનું રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો