તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડાસમાં કારની ટક્કરે વૃદ્ધાનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલહાઇવે નં.8 પર અડાસ સીમમાં શનિવારે સવારે 70 વર્ષની વૃદ્ધા રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે પૂરઝડપે આવી રહેલી કારે વૃદ્ધાને અડફેટમાં લેતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓએ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમ્યાન મોત નીપજતાં વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, અડાસ ગામે રહેતાં ચતુરબેન જામલસિંહ ડાભી (ઉ.વ.70) શનિવારના રોજ સવારે 9.15 કલાકે નેશનલ હાઇવે નં.8 પર રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે આણંદ તરફથી આવતાં કારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી ચતુરબેનને અડફેટમાં લેતાં તેઓ ઉછળીને રોડ પર પટકાયા હતા. જેથી તેમને શરીરે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અંગે કાન્તીભાઈ કાભઇભાઈ વાસદ પોલીસ મથકે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો