તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • વિદ્યાનગરમાં નિર્વિઘ્ને વિઘ્નહર્તાનું નહેરમાં વિસર્જન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાનગરમાં નિર્વિઘ્ને વિઘ્નહર્તાનું નહેરમાં વિસર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાનગરમાંસાત દિવસ સુધી દુંદાળા દેવે વિવિધ શેરીઓમાં સાનિધ્ય માણીને શ્રદ્ધાળુઓએ અવનવા સ્વરૂપના દર્શન આપ્યા હતા. રવિવાર સવારે શહેરના પંડાલોમાં દાદાના અંતિમ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પૂજા-અર્ચના અને આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ભાઇકાકા સ્ટેચ્યુએ સવારે 11 વાગે તમામ મંડળોના ગણપતિની સવારી આવી પહોંચી હતી. જ્યાં વિદ્યાનગર પાલિકાના કાઉન્સિલર દત્તુભાઈ તથા ડેરીના ચેરમેન મુકેશ પંચાલે લીલી ઝંડી આપી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

શોભાયાત્રામાં મંડળો, ડીજે, ઢોલ-નગારા, બેન્ડવાજા સાથે જોડાયા હતા. ખાસ કરીને આદિવાસી નૃત્ય કરતા યુવક મંડળે ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરના માર્ગો દેવાઓ દેવા ગણપતિ દેવા...તુમસે બઢકર કોનના નાદથી ગુંજી ઉઠ્યા હતા.શોયાત્રામાં 75 યુવક મંડળો જોડાયા હતા. તેના કારણે શ્રદ્ધાળુઓએ ગણપતિબાપા મોરિયા ઉર્જાવર્ષી લોકરીયા...અગલે બરસ તુ જલ્દી આ...ના નાદ વચ્ચે શ્રીજીની પૂજા-અર્ચના કરતા જોવા મળ્યા હતા. શોભાયાત્રા ભાઇકાકા સ્ટેચ્યુથી મોટા બજાર, ઇસ્કોન મંદિર, યુનિવર્સિટી સર્કલ, બાકરોલ ગેટથી જોળ કેનાલમાં પહોંચી હતી. સાંજના 4 વાગ્યા બાદ કેનાલમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.વિદ્યાનગર ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી 112 જેટલી નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિદ્યાનગરમાં પોલીસ દ્વારા શોભાયાત્રાના માર્ગો પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના પગલે કોઇ અઘટિત ઘટના બનતાં પોલીસ તંત્ર સહિત સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

શ્રીજીની વિદાય | 75 મંડળો દ્વારા વિસર્જન યાત્રા કાઢી શ્રીજીને ભાવભીની વિદાય અપાઇ : 112 મૂર્તિનું વિસર્જન

વિસર્જનયાત્રામાં મહિલાઓ અને બાળકો ટેમ્પા અને ટ્રેકટરમાં બેસીને જોડાયા હતા.

સેવાલિયામાં ગણેશ વિસર્જન

વિદ્યાનગરમાં વિવિધ મંડળો દ્વારા ભક્તિભાવપૂર્વક ઢોલ-નગારા અને ડીજેના તાલે દુંદાળા દેવની વિસર્જનયાત્રા માર્ગો પર ફેરવવામાં આવી હતી. ત્યારબાદ જોળ સીમમાં આવેલ કેનાલમાં શ્રીજીના વિવિધ સ્વરૂપોનું વિસર્જન શાસ્ત્રોક્તવિધિથી કરાયું હતું.

ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયામાં ગણપતિ વિસર્જનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. બજાપના નવરાત્રી ચોક, રાંગણી માતાનું મંદિર, નંદનવન, ઓમ બંગલો, મારૂતી યુવક મંડળ, ઉર્મિલા નગર, કચ્છીવાડી સહિતના વિસ્તારના ગણપતિ દાદાની મૂર્તિઓની વિસર્જન યાત્રા નીકળી હતી. બજારના તમામ માર્ગો ગણપત્તિ બાપ્પા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો