તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ગૌરીનંદન શિવપુત્ર એક દંતેશ્વરાય એવા ગણેશજીની વિવિધ મુદ્રાઓ ચરોતરના પંડાલોમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરીનંદન શિવપુત્ર એક દંતેશ્વરાય એવા ગણેશજીની વિવિધ મુદ્રાઓ ચરોતરના પંડાલોમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગૌરીનંદન શિવપુત્ર એક દંતેશ્વરાય એવા ગણેશજીની વિવિધ મુદ્રાઓ ચરોતરના પંડાલોમાં છેલ્લા સાત દિવસથી સાનિધ્ય માણી રહ્યા છે. અબાલ-વૃદ્ધ સૌ કોઇ દાદાના આરાધનામાં લીન જોવા મળે છે. તેને કારણે આણંદ-ખેડા જિલ્લો શ્રીજીના રંગે રંગાયેલો જોવા મળે છે. સાથેસાથે આણંદ-નડિયાદ અને મહેમદાવાદ સુધી ગામે ગામે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરોમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ સવાર-સાંજ ઉમટી પડે છે. અને ગણેશજીને રિઝવવા માટે સ્તુતિ-પાઠ કરીને ધન્યતા અનુભવે છે. આણંદ શહેરના વહેરાઇમાતા વિસ્તારમાં, ચોપાટા વિસ્તારમાં, વિદ્યાનગર રોડ વગેરે માર્ગો પર રાત પડતાં માનવ-મહેરામણ દર્શનાર્થીઓ ઉમટી પડે છે. જ્યાં જુઓ ત્યાં સૌકોઇ દાદાના સ્વરૂપોની પૂજા-અર્ચના કરે છે. ત્યારે કેટલાક પરિવારો પોતાના ઘરમાં પ્રસ્થાપિત કરેલા ગણેશજીને સાતમા દિવસે સન્માનભેર વિદાય આપી હતી. નડિયાદમાં પણ ઠેર-ઠેર ગણેશજીના પંડાલોમાં સત્યનારાયણની કથા સહિતના કાર્યક્રમો યાોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો