તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કઠલાલમાં મભયોના હેલ્પરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠલાલમાં મભયોના હેલ્પરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કઠલાલખાતે રહેતી અને મધ્યાહન ભોજન યોજનામાં હેલ્પર તરીકે કામ કરતી પરિણીતાને તેના પતિએ પીઠાઇ મેળામાં જવાની ના પાડતાં તેણીને મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઇ જીંદગીનો અંત આણ્યો હતો. સંદર્ભે કઠલાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

કઠલાલ ખાતે રહેતા પ્રકાશભાઇ નટવરભાઇ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ છુટક કડીયાકામ કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. તેમના પત્ની રીટાબેન (ઉ.વ.31) છેલ્લા ત્રણ માસથી કઠલાલ કન્યાશાળામાં મધ્યાહન ભોજન યોજનામાં હેલ્પર તરીકે કામ કરતા હતા. રીટાબેને ધરોઆઠમના દિવસે પતિ પ્રકાશભાઇને પીઠાઇ મેળામાં જવાનું કહેતા તેઓએ મેળામાં જવાની ના પાડી હતી. જેથી રીટાબેનને મનમાં લાગી આવતા બપોરના સમયે પોતાના ઘરે પાઇપ ઉપર દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જીંદગીનો અંત આણ્યો હતો.

બનાવની જાણ ઘરના સભ્યોને થતાં તાત્કાલીક કઠલાલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે લાશને નીચે ઉતારી ઇન્કવેસ્ટ ભરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. મરણ જનાર રીટાબેનને સંતાનમાં બે િદકરા છે. સંદર્ભે પ્રકાશભાઇ ચૌહાણની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદની પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો

આણંદ|પેટલાદ શહેરની ચામુંડા સોસાયટીમાં રહેતી 38 વર્ષની પરિણીતાએ ઝેરી દવા જીવન ટુંકાવ્યું હતું. અંગે પેટલાદ રૂરલ પોલીસે ફરિયાદ નોંધાઇ છે.પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, પેટલાદ કોલેજ રોડ પર ચામુંડા સોસાયટીમાં કમલેશભાઇ પ્રભાતભાઈ રબારી રહે છે. શનિવારના રોજ બપોરના 3 વાગ્યાના અરસામાં કમલેશભાઈની પત્ની અન્નુબેને (ઉ.વ.38) કોઇ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેઓની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર આપવા માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં મોતને ભેટ્યા હતા. અંગે કમલેશભાઈ પ્રભાતભાઈ રબારી પેટલાદ રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પતિએ પીઠાઇ મેળામાં જવાની ના પાડતા લાગી આવ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો