તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યૂઝ | આણંદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | આણંદ

આણંદશહેરમાં ગણેશ વિસર્જનના સ્થળને લઇને પ્રથમ દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. જે સંદર્ભે રવિવારે વધુ એક બેઠક યોજાઈ હતી. જેમાં મંડળો દ્વારા ગોયા તળાવમાં વિસર્જન કરવાનો હઠાગ્રહ રાખતાં પોલીસ વડા સૌરભસિંઘે આકરો મીજાજ દેખાડ્યો હતો અને સ્પષ્ટ શબ્દો જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી પોલીસે મંડળોને સહકાર આપ્યો છે. હવે વિસર્જનમાં મંડળોએ સહકાર આપવો જોઈએ.’ સ્પષ્ટતા બાદ મંડળો ઠંડા પડ્યાં હતાં.

આણંદ શહેરમાં પરંપરા મુજબ ગોયા તળાવમાં ગણેશ વિસર્જન થાય છે. પરંતુ વખતે તળાવમાં પાણી હોવાથી બાકરોલ તળાવમાં વિસર્જન કરવાનો નિર્ણય લેવાતાં શાંતિ સમિતિની બેઠકમાં મંડળોએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો.

આણંદમાં અગામી સપ્તાહમાં બકરી ઇદ અને ગણેશ વિસર્જન પર્વ આવે છે. ત્યારે સૌએ સાથે મળીને ઉજવવા તથા શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટે શિસ્ત જાળવવા અને વહીવટીતંત્રને સહકાર આપવા જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે બેઠકમાં જણાવ્યું હતું. બેઠકમાં પ્રાંત અધિકારી બી.એસ. પટેલ વિગેરે અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

જૂના બસસ્ટેન્ડ પાસે પડદા નહીં મરાય

^આણંદશહેરમાં છેલ્લા 15 વર્ષથી વિસર્જનયાત્રા દરમ્યાન કોઇ અઘટિત ઘટના બની નથી. વહીવટીતંત્ર અને પોલીસતંત્રએ યુવક મંડળો તથા શહેરની જનતા સારો સહકાર આપી શિસ્ત જાળવીને શાંતિપૂર્ણ રીતે પર્વ ઉજવે છે. તેને ધ્યાને લઇ વખતે જૂના બસસ્ટેન્ડ પાસે દર વખતની જેમ પડદા મારીને આડસો ઉભી કરવામાં નહીં આવે. જગ્યાએ મુસ્લિમ સમાજના આગેવાનો શોભાયાત્રાનું સ્વાગત કરશે. ત્યારે બંને કોમના લોકોને દર વખતની જેમ વખતે સહકાર આપવા જણાવ્યું હતું.> હેતલબેનપટેલ, નાયબપોલીસ અધિક્ષક, આણંદ

વિસર્જનયાત્રામાંં 25 મંડળો જોડાશે

આણંદશહેરમાં 100થી વધુ મંડળો દ્વારા ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમાંથી મોટા 25 મંડળો વિસર્જનયાત્રામાં જોડાશે. જ્યારે બાકીના મંડળો બાકરોલ તળાવ કે વહેેરાખાડી, મહિસાગરમાં મૂર્તિઓનું વિસર્જન કરશે.

વિસર્જનયાત્રાનો રૂટ

આણંદશહેરના આઝાદ મેદાન, ગોપી સિનેમા, લોટીયા ભાગોળ, ટાવર બજાર, ગામડીવડ, સ્ટેશન રોડ, નગરપાલિકા, સરકારી દવાખાના, જૂના બસસ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, જૂના રસ્તા, ભાથીજી મંદિર, ગામડીવડ, વહેરાઇમાતા, જલારામ મંદિરથી પી.એમ.પટેલ કોલેજથી ગ્રીડ ચોકડીથી, લાંભવેલ રોડ પર બાકરોલ ટી પોઇન્ટ, વૈભવ ટોકીઝ, બાકરોલ ગેટથી બાકરોલ ગામના તળાવે જશે. જ્યારે વહેરાખાડી જવા ઇચ્છતા મંડળો તળાવેથી છુટા પડી હાઇવે જશે.

બાકરોલ અને વહેરાખાડી ખાતે વિસર્જન વ્યવસ્થા

આણંદશહેરના ગોયા તળાવ માત્ર બે થી અઢી ફૂટ સુધીની નાની મૂર્તિઓનું વિસર્જન કરાશે. જ્યારે ત્રણ ફૂટથી મોટી મૂર્તિઓ માટે બાકરોલ તળાવમાં વિસર્જનની વ્યવસ્થા કરાશે. ઉપરાંત મોટી મૂર્તિ ધરાવતાં મંડળો માટે વહેરાખાડી, મહિસાગર નદીમાં પણ તંત્રએ વિશેષ વ્યવસ્થા કરી છે.

ગોયા તળાવનો હઠાગ્રહ રાખતાં મંડળોને પોલીસ વડાએ કાયદા દેખાડ્યાં : પ્રથમ વખત વિસર્જનયાત્રાનો રૂટ બે કિમી લંબાયો

આણંદના ગણેશ વિસર્જન બાકરોલ તળાવમાં કરાશે

એસપીએ રોકડું પરખાવ્યું | મંડળોને અત્યાર સુધી પોલીસે સહકાર આપ્યો, વિસર્જન વખતે મંડળોએ સહકાર આપવો જોઈએ

શાંતિ સમિતિની બેઠકમાં અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો