તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • સુરત જિલ્લો દેશી દારૂ બનાવી વેચવામાં સમગ્ર રાજ્યમાં મોખરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત જિલ્લો દેશી દારૂ બનાવી વેચવામાં સમગ્ર રાજ્યમાં મોખરે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાંદારૂબંધી હોવાનું કહેવાય છે પણ સુરત જીલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ચાલતો દેશી બનાવટના દારૂના કારોબારએ દારૂબંધીનો છેદ ઉડાવ્યો હોવાનું ખુદ જિલ્લા પોલીસની માહિતીથી સાબિત થયું છે. વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેસ પરમારે વિધાનસભામાં પૂછેલા પ્રશ્ન મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં પોલીસે કેટલા કેસો કરીને કેટલો દારૂ પકડ્યો છે. ત્યારે પ્રશ્નમાં સરકારે જુલાઈ 2010 થી 30 જૂન 2015 સુધી પાંચ વર્ષની વિગતો જાહેર કરી હતી. ત્યારે વિવિધ જીલ્લાના રજૂ કરાયેલા માહિતી મુજબ ગુજરાતમાં સુરત જિલ્લા ગ્રામ્યમાંથી પાંચ વર્ષમાં સૌથી વધારે 3,13,68,705 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો પોલીસે પકડેલો જેમાં સૌથી વધુ દેશી દારૂ ઓલપાડ તાલુકામાંથી પકડાયો હોવાનું નોંધાયું છે. જયારે આંકડા મુજબ દારૂ પકડાયો છે. પણ આના કરતા અનેક ઘણો દારૂ પિવાયો છે. આમ દેશી દારૂ બનાવી વેચવામાં સુરત જીલ્લો મોખરે છે. દેશી દારૂ અંગેના અહેવાલે સુરત જિલ્લા પોલીસની બુટલેગરો સાથેની સાઠગાંઠ ઉઘાડી પડી છે.

રવિવારે તપાસ સમિતિની ટીમે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી.

શહેર- જિલ્લો દેશી દારૂ વિદેશી દારૂ બીયર

સુરત ગ્રામ્ય 313687051329203 309530

સુરતશહેર 728918436418 42912

અમદાવાદશહેર 305189318273 116738

વડોદરાશહેર 290954203513 66979

અમદાવાદગ્રામ્ય 104780211290 66893

ખેડા199774325269 44032

આણંદ100942148356 71603

અરવલ્લી352541630837 205068

દારૂ પકડાવામાં મોખરે રહેલા જિલ્લા

દેશી દારૂ બનવવા માટે બુલેગરો યુરિયા ખાતર, ભેંસના પાનો મુકવાના ઇન્જેક્શન, બેટરીના શેલ સહિતના અનેક પ્રકારના ઝેરી કેમીકલો મશ્રિત કરતા હોવાથી આવો કેમિકલ વાળો ઝેરી દારૂ પીવાથી દારૂનું સેવન કરનારાને જીવને જોખમ ઉભું થાય છે. હાલ વરેલીમાં થયેલા લઠ્ઠકાંડ બાદ જિલ્લા પોલીસે પોતાની ચામડી બચાવવા આડેધડ દેશી દારૂના વેચાણ કરનારાઓ પર કેસ કર્યા છે.

દેશી દારૂમાં યૂરિયા ખાતર, ભેંસને અપાતા ઓક્સિટોક્સનના ઇન્જેક્શન, બેટરીના શેલનું મિશ્રણ

પોલીસની રહેમ નજર હેઠળ દેશીદારૂની રેલમછેલ: પાંચવર્ષમાં સુરત ગ્રામ્યમાંથી 3 કરોડ લિટરથી વધુ દેશી દારૂ પકડાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો