તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતરમાં નદી,તળાવ, કેનાલમાં ગણેશ વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ-નડિયાદશહેરમાં છેલ્લા દસ દિવસથી પંડાલોમાં બિરાજમાન કરેલા દૂંદાળાના વિવિધ સ્વરૂપોની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ ગુરુવાર સવારથી દાદાને વિદાય આપવા માટે ચરોતર ઘેલુ બનેલું જોવા મળ્યું હતું. જ્યાં જુઓ ત્યાં સવારે આરતી ઉતારી પૂજા-અર્ચના કરી વિદાયની તૈયારીઓ આરંભી હતી. શહેરનાં માર્ગો ‘ગણપતિ બાપા મોરિયા, પૂઢચ્યા વર્ષી લવકરયા, અગલે બરસ તુ જલદી આ’ના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા. આણંદ આઝાદ મેદાનેથી વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો. શહેરનાં વિવિધ માર્ગો ઉપર ફરી સાંજના 7.30 વાગ્યે બાકરોલ તળાવે પહોંચીને દાદાની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. મોડીરાત સુધીમાં બાકરોલ તળાવ 100 મૂર્તિઓ, જોળ અને લાંભવેલ નહેરમાં 150 મૂર્તિઓ તથા ગોયા તળાવમાં નાની-નાની 300 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. જ્યારે નડિયાદમાં વર્ષે ખેતા તળાવમાં પાણી નહીવત અને દુષિત હોેવાના કારણે તંત્ર દ્વારા કોલેજ પાસે આવેલી કેનાલમાં વિસર્જન રાખવામાં આવ્યું હતું. જયાં કેનાલની બંને સાઇડે 50 મીટર ઉપરાંત આડસો મારી દેવામાં આવી હતી. કેનાલમાં બે સ્થળોએ વિસર્જન સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા.

આણંદ શહેરનાં આઝાદ મેદાન ખાતે સવારે 11 વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જન યાત્રામાં 25 મંડળો ડીજે ઢોલ-નગારા, બેન્ડવાજા, ભજન મંડળીઓ સાથે જોડાયા હતા. વિસર્જન યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ મીતાબહેન પટેલ, િજલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, નાયબ પોલીસ અધિક્ષક હેતલબહેન પટેલ, િવજયભાઈ પટેલ વગેરે અગ્રણીઓએ કરાવ્યું હતું. આઝાદ મેદાનેથી વિસર્જન યાત્રા અંબાજી મંિદર, માનિયાની ખાડ, ગોપી સિનેમા, લોટિયા ભાગોળ, કપાસિયા બજાર, ગામડી વડ થઇ બપોરે બે કલાકે નગરપાલિકા પહોંચી હતી. જ્યાં પાલિકા પ્રમુખ મીતાબહેન પટેલ, ઉપપ્રમુખ કાંતિભાઈ ચાવડા તથા કાઉન્સિલરોએ દાદાની પૂજા-અર્ચના કરી આરતી ઉતારી સ્વાગત કર્યું હતું. ત્યાંથી યાત્રા સરકારી દવાખાના થઇ જુના બસ સ્ટેન્ડ, નવી પોસ્ટ ઓફિસ, લક્ષ્મી ચાર રસ્તા, ભાથીજી મંિદર, ગામડી વડ, વહેરાઇ માતા, ગોયા તળાવે પહોંચી હતી. જ્યાં મંડળોએ પંડાલમાં સ્થાપન કરાયેલા શ્રીજીનાં નાના સ્વરૂપોને િવસર્જન કર્યું હતું. ત્યારબાદ યાત્રા પી.એમ.પટેલ કોલેજથી ગ્રીડ ચોકડી, બાકરોલ ટી પોઈન્ટથી બાકરોલ તળાવે પહોંચી હતી. જ્યાં ફાયરબ્રિગેડનાં લશ્કરો દ્વારા ગણેશજીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર દિવસ દરમિયાન વિસર્જન યાત્રાના માર્ગ પર યુવક મંડળો તથા યાત્રામાં જોડાયેલા ભાવિકોએ રાસ-ગરબા અને ભજન-િકર્તનની રમઝટ બોલાવી હતી. દાદાની અવનવા સ્વરૂપો નિહાળવા માટે િવસર્જન યાત્રાના માર્ગ પર બંને બાજુ માનવમહેરામણ ઉમટી પડેલો જોવા મળ્યો હતો. શહેરનાં માર્ગો ‘ગણપતિ બાપા મોરિયા’, ‘એક દો તીન ચાર ગણપતિ બાપાનો જય જય જયકાર..’ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.

મિત્રાલ

ચાંગા ચારૂસેટ

આણંદ

બોરસદ

મહીસાગર ગળતેશ્વર

શેઢી નદી,િબલોદરા

ગળતેશ્વર

સંધાણા

ડાકોર

ગળતેશ્વર

પેટલાદ

બોરસદ

પેટલાદ

બોરસદ

આણંદ

બાલાસિનોર

મહુધા

બાપા અગલે બરસ તુ જલદી આના | ઢોલ-નગારા, ડિજેના તાલ અને ભજનમંડળીઓની સુરાવલી સાથે ભક્તજનો િહલોળે ચઢ્યાં

અન્ય સમાચારો પણ છે...