તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 DySPને ચરોતરનો ચાર્જ સોંપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બદલીનો નવો રાઉન્ડ શરૂ કરાયો હતો. બઢતી પામેલા ત્રણ ડિવાયએસપીને ચરોતરમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે સાત ડિવાયએસપી અન્ય જિલ્લામાંથી બદલી પામીને ચરોતરમાં ચાર્જ સંભાળશે. ઓર્ડરમાં પી.આઈ. જી.એસ. શ્યાનને ડિવાયએસપી બનાવી નડિયાદ ખાતે જ્યારે પી.આઈ. ડી.આઈ. ભાટીયાને બઢતી આપીને આણંદ એસ.સી. એસ.ટી. સેલમાં મૂકવામાં આવ્યા છે. પી.આઈ. આર.આર. લિમ્બડને બઢતી આપીને મુખ્ય મથક નડિયાદનો ચાર્જ સોંપાયો છે. બદલી થયેલા સાત ડિવાયએસપી પૈકી કપડવંજના યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગર આઈબી ખાતે, પેટલાદના સંદીપ ચૌધરીને જામનગર (ગ્રામ્ય), નડિયાદના એચ.એ. રાઠોડને પંચમહાલના હાલોલમાં, નડિયાદના એસ.ડી. રાઠોડને ગોધરા એસ.સી.એસ.ટી. સેલમાં મૂકાયા છે. અમદાવાદની સ્પેશ્યલ બ્રાન્ચના રીમા મુન્શીને ખંભાત ડિવાયએસપી તરીકે, જ્યારે સુરત એ િડવિઝનના આર.આર. સોલંકીને પેટલાદ ડિવાયએસપી અને અમદાવાદ(એલ) ડિવિઝનના અર્પિત પટેલને કપડવંજ ડીવાયએસપી તરીકે મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...