તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

9મી ઓકટોબરે વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : ભારતીય ડાક વિભાગ દ્વારા દર વર્ષે ઓકટોબર મહિનામાં નેશનલ પોસ્ટલ વીકની ઉજવણી કરવામાં આવે છે. જેની શરૂઆત 09મી ઓકટોબરના રોજ \\\"વર્લ્ડ પોસ્ટ ડે\\\'થી કરવામાં આવે છે. વર્લ્ડ પોસ્ટ ડે અને નેશનલ પોસ્ટલ વીકની ઉજવણીનો હેતુ જાહેર જનતાને પોસ્ટલ વિભાગની સેવાઓ/ પ્રવૃતિઓ/ ઉત્પાદનોથી માહિતગાર કરવાનો છે. નેશનલ પોસ્ટલ વીકની ઉજવણીના ભાગરૂપે પોસ્ટલ વિભાગની સેવાઓ માટે જુદા જુદા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં 09 ઓકટોબર, 2018ના રોજ વર્લ્ડ પોસ્ટલ ડે, 10 ઓકટોબર, 2018ના રોજ સેવિંગ બેંક ડે, 11 ઓકટોબર, 2018ના રોજ પોસ્ટલ લાઇફ ઇન્સ્યુરન્સ ડે, 12 ઓકટોબર, 2018ના રોજ ફિલાટેલી ડે, 13 ઓકટોબર, 2018ના રોજ બિઝનેસ ડેવલેપમેન્ટ ડે, 15 ઓકટોબર, 2018ના રોજ મેલ (ટપાલ) ડે તરીકે ઉજવવામાં આવશે અને જાહેર જનતા નજીકની પોસ્ટ ઓફિસરમાંથી આ બાબતે પોસ્ટની સેવાઓ/ પ્રવૃતિ/ઉત્પાદકો લાભ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...