તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદના તક્ષશીલા ફ્લેટમાંથી બીજી વાર કૂટણખાનું ઝડપાયું

આણંદના તક્ષશીલા ફ્લેટમાંથી બીજી વાર કૂટણખાનું ઝડપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ-વિદ્યાનગર રોડ પર બીગબજારની પાછળ આવેલા તક્ષસીલા ફલેટના ચોથા માળે ફેલેટ નં-408માંથી આણંદ એલસીબી પોલીસે છાપો મારીને કુટણખાનું ઝડપી પાડયું હતું.ફેલેટમાં બે પરપ્રાંતીય મહિલોઓ લાવીને બે યુવકો દેહવિક્રયનો ધંધો કરવાતા હોવાનું ખુલતા પોલીસે બંનેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. તો આ ફ્લેટમાંથી છ માસ અગાઉ પણ કુટણખાનું ઝડપાયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આણંદના રમેશ રામાભાઇ ડાભીએ જિલ્લા પોલીસવડાને અરજી કરીને જણાવ્યું હતું કે આણંદ વિદ્યાનગર રોડ પર બીગ બજાર પાછળ આવેલ તક્ષસીલા ફલેટ નં 405,406 અને 408માં મેહુલ ગોહેલ અને મેહુલ અશોકભાઇ રાણા બહારથી યુવતીઓ બોલાવીને દેહવ્યાપાર કરાવે છે.તેમજ જુગાર,દારૂ અને ગાંજાનો ધંધો કરે છે.તેમજ ફલેટમાં રહેતા અન્ય રહિશોને હેરાન કરે છે. જેથી આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એન ડી નકુમે સ્ટાફના બે કોન્સ્ટેબલોને ડમી ગ્રાહક તરીકે મોકલીને ફેલેટ નં.408માં તપાસ કરવાતા દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાનું માલુમ પડયું હતું.જેથી પોલીસ છાપો મારીને એક રૂમમાં પરપ્રાંતીય બે યુવતી મળી આવી હતી. પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, મેહુલભાઇ રાણા ગ્રાહક દીઠ રૂા100 આપવાના નકકી કરી દેહવિક્રય માટે લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મેહુલ રાણા રહે.ભાદરણને ઝડપતા તેણે મેહુલ ઉર્ફે લાલજી ગોહેલ રહે લોટીયા ભાગોળ બંને ભાગીદારીમાં દેહવિક્રયનો ધંધો ચલાવતા હોવાની કબુલાત કરી હતી.પોલીસે મેહુલ ઉર્ફે લાલજી ગોહેલને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

પરપ્રાંતિય યુવતીઓ લાવી દેહવિક્રય થતો
અગાઉ ઝડપાયેલા કુટણખાનામાં પણ પરપ્રાતિય યુવતીઓ લાવીને બે યુવકો ધંધો કરાવતા હતા.કુટણખાનું ચલાવતા શખ્સો દ્વારા આજુબાજુના રહિશોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...