તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand કપાસ પાકમાં રોગ નિયંત્રણ માટે ખેડૂતો આટલું જરૂર કરે

કપાસ પાકમાં રોગ નિયંત્રણ માટે ખેડૂતો આટલું જરૂર કરે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપાસના વાવેતર ધરાવતાં ખેડૂતભાઇઓએ પાકમાં ચાપવા/ફૂલ અને ઝીન્ડવા અવસ્થાએ આ હવામાન પરિસ્થિતિમાં કપાસમાં સફેદ માખી અને લીલી પોપટીનો વધુ ઉપદ્રવ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે એસીટામાપ્રીડ ૨૦ ટકા ૫ ગ્રામ અને ઈમીડાકલોપ્રીડ ૩૦.૫ % ૩ મિલી સાથે લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી/૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. આ ઉપરાંત આગોતરા કપાસમાં ગુલાબી ઇયળના ઉપદ્રવની મોજણી માટે નર ફુદાને એકત્રીત કરવા માટે હેકટરે ૬-૭ ગુલાબી ઇયળના ફેરોમેન ટ્રેપ મુકવા અને જો વધુ ઉપદ્રવ જણાય તો હેકટરે ૪૦ ની સંખ્યામાં ફેરોમેન ટ્રેપ ગોઠવવાથી ઇયળોનું શરુઆતની અવસ્થાથી જ નિંયત્રણ કરી શકાય. કપાસમાં ગુલાબી ઈયળથી નુકશાન પામેલ ફૂલ અને ચાપવા તોડીને જમીનમાં દાટી દેવા. જો વધુ નુકશાન હોય તો પ્રોફેનોફોસ ૫૦% ઇ.સી. ૨૦ મી.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ મિલી સાથે બીવેરીયા બાસીઆના ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમા મિશ્ર કરી છંટકાવ કરવો.તેમજ ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધે નહિ તે માટે ખાતર અને પિયત નિયંત્રિત આપવું. જરૂરિયાત મુજબ આંતરખેડ અને નિંદામણ કરવું. કપાસના પાકને પુરતી ખાતર ૯૦ કી.ગ્રા. યરુીયા અને ૧૦૦ કી.ગ્રા/હે એમોનીયમ સલ્ફેટ આપવું. આ હવામાનમાં કપાસના પાક માં ફૂલ ભમરી ખરતી અટકાવા નેપ્થેલીનએસેટિક એસીડનુ 3૦ પીપીએમ દ્રાવણ છાંટવુ.

વૈજ્ઞાનિક સલાહ
અન્ય સમાચારો પણ છે...