તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand આણંદ જિલ્લાના 850 જેટલા બેન્ક ખાતેદારને ITએ બ્લેક બિસ્ટ કર્યા

આણંદ જિલ્લાના 850 જેટલા બેન્ક ખાતેદારને ITએ બ્લેક બિસ્ટ કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્પેશ પટેલ | આણંદ | કેન્દ્ર સરકારે કાળુ નાણું નાથવા ગત 8 નવેમ્બર, 2016માં નોટબંધી લાદી 500 અને 1000ના દરની નોટ રદ કરી હતી. જેના બાદ થયેલા વ્યવ્હારોની તપાસના અંતે આવકવેરા વિભાગે આણંદ જિલ્લાના 850 બેન્ક ખાતેદારોને બ્લેક લીસ્ટ કર્યા છે. આ ખાતેદારોમાં બિલ્ડર, આૈદ્યોપતિઓ સહિતના મોટામાથાઓનો સમાવેશ થાયછે. આ ખાતેદારોમાંથી કેટલાકે બેંકોમાં વિદેશી પણ નાણાંનું રોકાણ કર્યુ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

2017માં 145 ખાતમાં 2 કરોડનું કાળું નાણું પકડાયું
નોટબંધી બાદ આણંદ જિલ્લામાં રીટર્ન ન ભરતા હોય તેવા ખાતામાં લાખોની જૂના દરની નોટો જમા થઈ હતી. જે બાબતે આણંદ જિલ્લા આયકર વિભાગના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, 9મી નવેમ્બર 2016થી 30 ડિસેમ્બર 2017 સુધીમાં તપાસ દરમિયાન વાંધાજનક રીતે જમા થયેલી રકમ ધરાવતા 145 ખાતેદારોની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં ત્રણ સર્વેયર દ્વારા ઓપરેશન હાથ ધરીને 2 કરોડ ઉપરાંતનું કાળુ નાણું ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારી અને સામાન્ય વ્યકિતઓનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત 850 જેટલા ખાતા એવા છે કે જેમાં કરોડોની રકમ જમા થઈ છે. જેમાં કેટલાંક ખાતામાં વિદેશી ભંડોળ જમા થયું છે. 2017માં રૂા. 2 કરોડ ઉપરાતંનું કાળુ નાણું ઝડપાયું હતું. જોકે, આમ છતાં આજે પણ જિલ્લામાંથી અવાર-નવાર જૂના દરની કરોડોની નોટો સાથે શખ્સો ઝડપાઈ રહ્યાં છે.

ખાતેદારોની જાણ બહાર જમા થયેલા નાણાં અંગે બેન્ક કર્મીની પૂછપરછ થાય તેવી સંભાવના
આણંદ જિલ્લામાં નોટબંધી બાદ રીટર્ન નહીં ભરતા નાના ખાતેદારોના એકાઉન્ટમાં મોટી રકમ જમા થઈ છે. તેમજ કેટલાંક શખ્સોએ સંગા સંબંધીઓના કે અન્ય કોઇ વ્યકિતના દસ્તાવેજના આધારે ખાતા ખોલાવી મોટી રકમ જમાં કરાવી છે. તેવા ખાતેદારોને પાનકાર્ડના આધારે તપાસ હાથ ધરીને નાંણા અંગેની તપાસ કરવામાં આવશે.

સ્ક્રુટીની તપાસમાં 250 ખાતા શંકાના દાયરામાં
નોટબંધીબાદ બે વર્ષ દરમિયાન સ્ક્રૂટી દ્વારા હાથ ધરાયેલ તપાસમાં 250 જેટલા ખાતાઓ પર નજરે ચઢયા છે.ખાસ કરીને પેટ્રોલપંપ,વેપારીઓ, સોનીઓ અને બિલ્ડરો તથા ઉધોગપતિઓએ પણ આ સમય ગાળામાં કરેલ નાંણાકીય હેરાફેરીને તપાસ કરવામાં આવી રહી છે.

દોઢ વર્ષમાં 4.21 કરોડ સાથે 13 શખ્સ ઝડપાયા
આણંદામાંથી કુલ 13 શખ્સને પોલીસે રૂા. 4.21 કરોડની જૂની ચલણી નોટ સાથે ઝડપી પાડ્યા છે. જેમાં 10 માર્ચ, 2017ના રોજ મેફેર રોડ પરથી 9.99 લાખની રદ નોટો સાથે નવનીત ભોઇ પકડાયો હતો. 6 જૂન, 2017 ના રોજ રૂા.25 લાખની જૂની નોટ સાથે ત્રણ પકડાયા હતા. 2 ઓગસ્ટ,2017ના રોજ બોરસદ ચોકડી પરથી ચાર ઈસમો 16 લાખની જૂની રદ થયેલી નોટ સાથે પકડાઇ ગયા હતા. એ જ રીતે ત્રણ દિવસ અગાઉ કુલ ચાર શખ્સ રૂા. 3.70 કરોડની જૂની ચલણી નોટ સાથે ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...