તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand જમીન લેવલના કૂવા પાસેના લાકડાની ઠોકર વાગતાં શ્રમિક યુવક પડ્યો, મોત

જમીન લેવલના કૂવા પાસેના લાકડાની ઠોકર વાગતાં શ્રમિક યુવક પડ્યો, મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ તાલુકાના કાસોર તાબેના સોલાપુરા ગામના કુવામાં શનિવાર સાંજના વિજય પુરાનો યુવક કુવામાં પડી ગયો હતો.જેનીજાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. પરંતુ સાંજ પડી ગઇ હોવાથી તેનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢી શકાયા ન હતો.રવિવાર સવારે ફાયર બ્રિગેડે પુન: ઓપરેશન હાથ ધરીને ત્રણ કલાકની ભારે જહેમત બાદ મરનાર યુવકનો મુતદેહ બહાર કાઢયો હતો.જે અંગે ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

કાસોર તાબે વિજયપુરાગામે રહેતા અરવિંદભાઈ ઉર્ફે શંકરભાઈ ધીરુભાઈ ગોહેલ(ઉ.વ.35) નામનો યુવાન મજુરીકામ કરી જીવન ગુજારે છે. શનિવારે બપોરે સાડા ત્રણ વાગે મજુરી પુરી થતાં પરત ફરી રહ્યો હતો. દરમિયાન સોલાપુરા પાસે જમીનના લેવલના કુવાની બાજુમાં લાકડા મુકવામાં આવ્યા હતા. જે કુદવાની કોશિશ કરી હતી. ત્યારે ઠોકર વાગતા કુવામાં પડ્યા હતાં. જેની જાણ લોકોને થતાં તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ભાલેજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે આ અંગે આણંદ પાલિકા ફાયરબ્રીગેડને જાણ કરતાં ચીફ ફાયર ઓફિસર ધર્મેશભાઈ ગોરની સુચના મુજબ ટીમ સોલાપુરા પહોંચી ગઈ હતી. કુવામાં પાણી વધુ હોવા છતાંય તરવૈયાઓ ઉતારી યુવાનની શોધખોળ આરંભી હતી.

જાકે શનિવારે સાંજ પડી ગયા બાદ ફાયરબ્રીગેડે કામગીરી બંધ કરવી પડી હતી.રવિવારે ફરિવાર શોધખોળ આરંભી હતી. ફાયરબ્રીગેડે સૌ પ્રથમ કુવાનું પાણી બહાર કઢાવ્યું હતું. ત્યારબાદ ત્રણ કલાકની જહેમત પછી બપોરે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગે ભાલેજ પોલીસે આકસ્મીક મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...