તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બેચરીની મહિલા આત્મહત્યા કેસમાં પતિ વિરુદ્ધ ગુનો

બેચરીની મહિલા આત્મહત્યા કેસમાં પતિ વિરુદ્ધ ગુનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ તાલુકાના બેચરી ગામની પરિણીતા પર પતિએ શારીરિક માનસિક ત્રાસ ગુજારીને મરવા માટે મજબુર કરી હતી જેના કારણે મહિલાએ કેનાલમાં પડતું મુકયું હતું. જે અંગે ઉમરેઠ પોલીસે પરિણીતાના પતિ વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે.

ઠાસરા તાલુકાના જલાનગર ગામે મોટા ફળિયામાં રહેતા મોહનભાઇ ઇશ્વરભાઇ પરમારની દિકરી ભાવનાબેન ઉ.વ.24ના લગ્ન ત્રણ વર્ષ અગાઉ બેચરી ગામના દશરથ રમણભાઇ વાઘેલા સાથે થયા હતા. લગ્ન થોડા સમયબાદ પતિ દશરથ અવારનવાર ભાવનાબેન સાથે મારપીટ કરતો હોઇ દસ દિવસ અગાઉ આ અંગેની પિયરમાં વાત કરી હતી. ત્યારબાદ સાસરીમાં જઇને 18મી ઓગસ્ટના રોજ કેનાલમાં પડતું મૂકીને જીવન ટુંકાવ્યું હતું. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...