તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • તારાપુરમાં 3, પેટલાદ દોઢ ઇંચ અને આણંદમાં ઝાપટું

તારાપુરમાં 3, પેટલાદ દોઢ ઇંચ અને આણંદમાં ઝાપટું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન તારાપુર, પેટલાદ, સોજીત્રા ખંભાત અને બોરસદ તાલુકામા વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં તારાપુર તાલુકામાં ત્રણ ઇંચ, પેટલાદમાં દોઢ ઇંચ, અને સોજીત્રા, ખંભાત અને બોરસદ તાલુકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. અને જ્યારે સોમવારે રાત્રે આણંદ પંથકમાં ઝરમર વરસાદ પડ્યો હતો.

શ્રાવણ માસ દરમિયાન શરૂ થયેલા વરસાદના ત્રીજા રાઉન્ડના લીધે ખેડુતોમાં ખુશીની લહેર ફરી વળી છે. ડાંગર અને બાજરીના પાકને જીવત દાન મળી ગયું છે. જ્યારે આણંદ અને બોરસદમાં સોમવારે સાંજે ધીમેધારે વરસાદ પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...