તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • રાસ રેલવે ફાટક પાસે વરસાદથી કાર પર વૃક્ષ ધરાશાયી : 1નું મોત

રાસ રેલવે ફાટક પાસે વરસાદથી કાર પર વૃક્ષ ધરાશાયી : 1નું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના રાસ-ડાલી રોડ પર રાસ રેલવે ફાટક પાસે રાત્રિના નવ વાગ્યાના અરસામાં પસાર થઇ રહેલી એક કાર ઉપર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં કારના ફૂર્ચેફૂર્ચા નીકળી ગયા હતા. કારમાં બેઠેલા 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમાં એક વ્યક્તિનું સ્થળ પર મોત થયું છે. આ બનાવના પગલે વિરસદ પોલીસ તથા બોરસદ ફાયર બ્રીગેડ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

બોરસદ પંથકમાં રાત્રિના આઠ વાગ્યાના અરસામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાસ-ડાલી રોડ પર રાસ રેલવે ફાટક પાસે જીઇબી કચેરી નજીકથી અમદાવાદ પાર્સીંગની કાર પસાર થઇ રહી હતી. ત્યારે પવનના કારણે એક ઘટાદાર વૃક્ષ કાર ઉપર ધરાશાયી થયું હતું. જેના કારણે કારના ફૂર્ચેફૂર્ચા ઉડી ગયા હતા. જ્યારે કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઇજાઆે પહોંચી હતી. અને કારમાં ફસાઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ તથા બોરસદ ફાયર બ્રીગેડ ઘટના સ્થળે દોડી ગયા હતા. સૌ પ્રથમ કારમાં ફસાયેલા ચાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

જેમાં ગંભીર રીતે ઘવાયેલ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, કારમાં બેઠેલી ચાર વ્યક્તિઓ કોણ છે અને કયા ગામની છે તે હજુ સુધી જાણી શકાયુ નથી.

અન્ય સમાચારો પણ છે...