તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand વિદ્યાર્થીને ટ્યૂશનમુક્ત બનાવા માટે શાળાનો અનોખો પ્રયાસ

વિદ્યાર્થીને ટ્યૂશનમુક્ત બનાવા માટે શાળાનો અનોખો પ્રયાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચારૂતર વિદ્યામંડળ સંચાલિત વી. એન્ડ સી. પટેલ ઇગ્લિશ સ્કૂલમાં તાજેતરમાં એક પ્રોજેકટ હાથ ધરાયેલ છે જેનું શીર્ષકTuition Tuition Every where not anytime to think રાખવામાં આવેલ છે.

આ પ્રોજેકટ અંતર્ગત શાળાના બાળકો તથા શિક્ષકોએ સાથે મળીને ગાણિતિક પૃથ્થકરણ કરતાં જણાવ્યું કે ટ્યૂશન જતાં બાળકોના માર્કસ ટ્યૂશન ન જતાં બાળકોના માર્કસ કરતાં ઓછા છે સાથે તેમનું વર્ગખંડમાં ધ્યાન, શિક્ષકો સાથેનું વર્તન તેમના સહપાઠીઓ સાથેનું વર્તન તથા અભ્યાસ પ્રત્યેનો અભિગમ પણ અલગ અને મહદ્દ અંશે નિરાશાજનક જોવા મળ્યો હતો.

શાળાના આચાર્યો જુદી જુદી પદ્ધતિઓ અપનાવી જેવી કે ટ્યૂશન ન જતાં વિદ્યાર્થીઓને તથા વાલીઓને ગુલાબનું ફૂલ તથા ઓળખપત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાના સમયબાદ શિક્ષકો દ્વારા માર્ગદર્શન, સહપાઠીમિત્ર દ્વારા સમોવડિયા શિક્ષણ માતા-પિતાને પણ જરૂર મુજબ શિક્ષણકાર્ય અંગેનું માર્ગદર્શન જેવા પ્રયત્નો સાથે આ પ્રાજેકટની શરૂઆત કરવામાં આવી છે. જેનો લાંબાગાળાનો નિષ્કર્ષ શાળાને ટ્યૂશન મુકત બનાવવાનો છે.

આ પ્રોજેકટ અંતર્ગત સ્વશિક્ષણને પ્રોત્સાહિત કરતી પત્રિકાઓનું વિતરણ તથા શેરી નાટક દ્વારા વિવિધ વિસ્તારોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સ્વશિક્ષણ અંગે જાગૃતિ લાવવાવનો પ્રયાસ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...