તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | ખંભાતતાલુકામાંથી દવાખાનાના ગેટ પાસેથી બાઈક ચોરાતા ખંભાત શહેર

આણંદ | ખંભાતતાલુકામાંથી દવાખાનાના ગેટ પાસેથી બાઈક ચોરાતા ખંભાત શહેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ખંભાતતાલુકામાંથી દવાખાનાના ગેટ પાસેથી બાઈક ચોરાતા ખંભાત શહેર પોલીસે ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.ખંભાત તાલુકાના શક્કરપુર સ્થિત રબારીવાડમાં રહેતા સાગરભાઈ રમેશભાઈ પટેલ પોતાના દીકરાને રસી પીવડાવવા માટે બાઈક લઈને ગામમાં આવેલા ડો. મયુર મહેતાના દવાખાને ગયા હતા. જોકે, તેઓ દીકરાને રસી પીવડાવીને આવ્યા હતા. પરંતુ પાર્કિંગમાં તેમનું બાઈક જોતા તેઓ ચોંકી ગયા હતા. તેમણે આસપાસમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ બાઈકનો કોઈ પત્તો મળ્યો નહોતો. જેને પગલે અંગે ખંભાત શહેર પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...