• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ પંથકમાં બુધવારથી ઇન્દ્રદેવની કૃપા યથાવત

આણંદ પંથકમાં બુધવારથી ઇન્દ્રદેવની કૃપા યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેર સહિત જીલ્લામાં છેલ્લા 36 કલાકમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે આણંદમાં દોઢ ઇ઼ચ, ઉમરેઠ દોઢ ઇંચ, બોરસદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જો કે ચરોતરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું નથી. પરંતુ હવે ચરોતર પંથકમાં મેઘરાજાનો રાઉન્ડ હોવાનો બુધવારે ચર્ચાઇ રહ્યું છે. કારણ કે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોની શાહી સવારીમાં ઘેરાવો યથાવત રહ્યો છે.

આણંદ શહેર સહિત આઠેય તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ મંગળવાર રાતથી આણંદ પંથકમાં વરસાદનું જોર વધ્યુ઼ હતું અને બુધવાર સવારથી આણંદ સહિત આઠેય તાલુકામાં વરસાદ અવિરત વરસી રહ્યો હતો. જેના પગલે છેલ્લા આઠ કલાકમાં આણંદમાં 25 મી.મી. તથા સોજીત્રામાં 34 મી.મી. અને બોસરસદમા 38 મી.મી. વરસાદ નોઁધાયો છે જ્યારે ઉમેરઠ તાલુકામાં 36 કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

જેના પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જોકે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતને મેઘરાજા ઘમરોળશે તેવી સંભાવના છે. તેને લઇને જીલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે.

આણંદ, બોરસદ અને સોજીત્રામાં દોઢ ઇંચથી વધુ વરસાદ

અન્ય સમાચારો પણ છે...