• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વરસાદના પગલે શિક્ષકોએ શાળામાં હાજર રહેવા સૂચના

વરસાદના પગલે શિક્ષકોએ શાળામાં હાજર રહેવા સૂચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદપંથકમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત નદીઓમાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલમાં હવામાનની પરિસ્થિતિને ધ્યાને રાખીને બાળકોને રજા આપવી અથવા શિક્ષકો મારફતે તમામ બાળકોને સલામત રીતે ઘરે પહોંચી જાય તેની કાળજી રાખવાના હેતુથી શાળાઓમાં શિક્ષકોએ શાળામાં હાજર રહેવાની સૂચના આપી હતી. સાબરમતી નદીમાં છોડાવામાં આવેલ પાણીના પગલે બુધવારે ખંભાત, તારપુરમાં તેર જેટલી શાળાઓ બંધ રાખવામાં આવી હતી.

શિક્ષણાધિકારી એમ.પી.પરમારે શાળામાં સ્વચ્છતા રાખવી, પીવાના પાણીનુ઼ નિયમિત ક્લોરીનેશન કરવું, શાળામા ખુલ્લા ઇલેક્ટ્રીકના વાયર ના હોય તે જોવું અને જો હોય તો તાત્કાલિક રીપેરીંગ કરાવી લેવા અને મેદાનમાં નમી ગયેલા વૃક્ષો કે ડાળીઓને પાડી નાખવાની કામગીરી કરવી. જ‌‌રૂરી ખર્ચ માટે એસ.એસ.એ.ની ગ્રાન્ટનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. પૂરની સ્થિતિમાં બાળકોની કાળજી રાખવા માટે સૂચના અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...